Pushpa 2 Box Office Collection : ચૌથા દિવસે બોક્સ ઓફિસ પર પુષ્પા 2 નું તોફાન, જાણો ટોટલ કમાણી
Pushpa 2 Box Office Collection : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટાર પુષ્પા 2 બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ કરી રહી છે.
સમાચારો અનુસાર, વિકેન્ડમાં પુષ્પા તોફાન બની છે. ફિલ્મે માત્ર 4 દિવસમાં જ 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

અહેવાલો અનુસાર, ફિલ્મે વિકેન્ડમાં શાનદાર કમારી કરી છે. ચૌથા દિવસના અંદાજીત આંકડા અનુસાર ફિલ્મે 780 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.
શનિવારે શાનદાર કમાણી બાદ રવિવારે પણ ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું. રવિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ફિલ્મે ભારતમાં 79.59 કરોડની કમાણી કરી અને કુલ કલેક્શન 467.54 કરોડને પાર પહોંચી ગયુ છે.
શનિવારે ફિલ્મે 119.25 કરોડ રૂપિયાનું ઘરેલુ કલેક્શન કર્યું હતું. હિન્દીમાં 73.5 કરોડ, તેલુગુમાં 35 કરોડ, તમિલમાં 8.1 કરોડ, મલયાલમમાં 1.85 કરોડ અને કન્નડમાં 80 લાખની કમાણી કરી છે. આ દિવસે પુષ્પા 2 એ સૌથી ઝડપી 500 કરોડનો વૈશ્વિક આંકડો પાર કરવાનો રેકોર્ડ બનાવ્યો.
આ ફિલ્મે પ્રથમ દિવસે 294 કરોડ રૂપિયાનું વૈશ્વિક કલેક્શન કર્યું, જે ભારતીય સિનેમાનું સૌથી મોટું ઓપનિંગ ડે કલેક્શન છે. તેણે RRR ના 223 કરોડના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
જણાવી દઈએ કે, ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસીલ સાથે જગદીશ પ્રતાપ બંદરી, જગપતિ બાબુ અને અન્ય સ્ટાર્સ છે. અલ્લુ અર્જુનના અભિનયના લોકો દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
