Pushpa 2 Box Office Collection : પુષ્પા 2 ની અધધ કમાણી કોના ખાતામાં જશે? જાણો પહેલા દિવસનું કલેક્શન
Pushpa 2 Box Office Collection : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપર હિટ ફિલ્મ પુષ્પા ધ રાઈઝનો બીજો ભાગ પુષ્પા ધ રૂલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે રિલીઝ થતા પહેલા જ મોટો રેકોર્ડ બનાવી દીધો છે.
લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી પુષ્પા 2 પહેલા દિવસે જ 200 કરોડનો આંકડો પાર કરી શકે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રૂપિયા છાપી રહી છે.

ફિલ્મના પ્રી બુકિંગના આંકડા પર નજર કરીએ તો ફિલ્મ રિલીઝ પહેલા જ લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. અહીં સવાલ થાય કે આ ફિલ્મ આટલી કમાણી કરી રહી છે તો તેની કમાણી કોના ખાતામાં જશે?
જણાવી દઈએ કે, ફિલ્મ ટિકિટ વેચવા સાથે સેટેલાઇટ રાઈટ્સ અને મ્યુઝિક રાઈટ્સથી પણ કરોડો રૂપિયા કમાય છે. બોક્સ ઓફિસ કલેક્શન એ કમાણી છે જે સિનેમા હોલમાં વેચાતી ટિકિટ દ્વારા થાય છે. આમાં વેચાયેલી ટિકિટની સંપૂર્ણ રકમનો સમાવેશ થાય છે અને તેમાં ટેક્સ અને અન્ય ખર્ચ સામેલ નથી હોતો.
ફિલ્મની કમાણીનો હિસ્સો કોઈ એક વ્યક્તિના ખાતામાં નથી જતો. ફિલ્મની કમાણી વિતરક, નિર્માતા અને થિયેટર માલિકો વચ્ચે શેર થાય છે. ફિલ્મ પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યુટર અને થિયેટર ઓનર વચ્ચે ડીલ અનુસાર તેના ભાગ પડે છે.
જો કોઈ ફિલ્મ 100 કરોડ રૂપિયામાં બને અને નિર્માતાએ તે બધા પૈસા રોક્યા હોય છે. પરંતુ આગળનું કામ વિતરક દ્વારા હાથ ધરવામાં આવે છે. ફિલ્મને માર્કેટમાં લઈ જઈને ફિલ્મના રાઈટ્સ વેચવાના કામ તેના હોય છે. આ માટે વિતરક નિર્માતાને પૈસા આપે છે. પછી વિતરક થિયેટર માલિકોને પૈસા આપે છે. આ પછી વિતરક અને નિર્માતા વચ્ચે ફિલ્મની કમાણીના હિસ્સાના વિતરણને લઈને એક કરાર કરવામાં આવે છે.
ઘણી ફિલ્મોમાં તે 60-40 છે. તો ઘણામાં તે 70-30 છે. જો કે, આજકાલ ઘણી ફિલ્મ નિર્માતા કંપનીઓ તેમની ફિલ્મોનું વિતરણ જાતે કરે છે. એટલે કે ફિલ્મની કમાણીનો મોટો હિસ્સો નિર્માતાને જાય છે.












Click it and Unblock the Notifications
