Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ક્વીન અને કંગના રાણાવત પર ચોમેરથી ‘વખાણ વર્ષા’

મુંબઈ, 11 માર્ચ : કંગના રાણાવત અને ક્વીન ઉપર વખાણનો વરસાદ થઈ રહ્યો છે. ફિલ્મ અને કંગનાના વખાણ કરનારાઓની સંખ્યા સતત વધતી જાય છે અને તેમાં વધુ એક નામ ઉમેરાયું છે મીરા ચોપરાનું.

ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ કરી રહેલા મીરા ચોપરાએ જણાવ્યું કે ક્વીન ફિલ્મ દરેક યુવતીએ જોવી જોઇએ. તેઓ તો ક્વીન જોઈ કંગનાના ફૅન થઈ ગયાં. આ ફિલ્મ એવી છે કે જેને તેઓ વારંવાર જોઈ શકે છે. તેઓ પોતે પણ આ પ્રકારની મહિલા પ્રધાન ફિલ્મોનો ભાગ બનવા માગે છે.

નોંધનીય છે કે વિકાસ બહલ દિગ્દર્શિત ક્વીન ફિલ્મ ગત શુક્રવારે જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં કંગના રાણાવત ઉપરાંત રાજકુમાર યાદવ અને લીઝા હૅડન પણ છે. કંગનાએ ફિલ્મના પ્રમોશન માટે સખત મહેનત કરી હતી અને અત્યાર સુધી ક્વીન ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કે કોણ-કોણ ફિદા છે ક્વીન અને કંગના પર :

ક્વીન પર વખાણ વર્ષા

ક્વીન પર વખાણ વર્ષા

કંગના રાણાવતની વિકાસ બહલ દિગ્દર્શિત ક્વીન ફિલ્મ ગત શુક્રવારે જ રિલીઝ થઈ છે કે જેમાં રાજકુમાર રાવ અને લીઝા હૅડન પણ છે. ફિલ્મને ચોતરફ વખાણ મળી રહ્યાં છે.

મીરા થયા ફૅન

મીરા થયા ફૅન

બૉલીવુડમાં ગૅંગ ઑફ ઘોસ્ટ્સ દ્વારા પ્રવેશ કરી રહેલા મીરા ચોપરા ક્વીન જોયા બાદ કંગના રાણાવતના ફૅન થઈ ગયાં છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દરેક યુવતીએ જોવી જોઇએ.

આમિરની આંખો છળકાઈ

આમિરની આંખો છળકાઈ

કંગનાએ આમિર ખાન માટે ક્વીનનું સ્પેશિયલ સ્ક્રીન ગોઠવ્યુ હતું. ફિલ્મ જોયા બાદ આમિરની આંખો છળકાઈ આવી. તેમણે કંગના રાણાવત અને ક્વીન બંનેના ભરપૂર વખાણ કર્યાં.

દીપિકાને ઈર્ષ્યા થઈ આવી

દીપિકાને ઈર્ષ્યા થઈ આવી

દીપિકા પાદુકોણેએ જણાવ્યું - મેં ક્વીન જોઈ અને હું કંગનાની ફૅન થઈ ગઈ. તેમનું કામ જોઈ મને તેમનાથી ઈર્ષ્યા થઈ આવી. મને લાગે છે કે તેમણે કમાલનો અભિનય કર્યો છે.

સુંદર ફિલ્મ છે ક્વીન

સુંદર ફિલ્મ છે ક્વીન

અરબાઝ ખાને ફિલ્મ જોયા બાદ જણાવ્યું - હું તેમને વ્યક્તિગત રીતે મળી શુભેચ્છા આપવા જઈ રહ્યો છું. તેઓ આ ફિલ્મમાં બેમિસાલ છે, એકદમ સહજ લાગે છે. તેઓ ખૂબ પ્રતિભાશાળી અને ગુણી છે. ફિલ્મમાં તેમને નિખરતા જોઈ શકાય છે. સાચે જ ક્વીન એક સુંદર ફિલ્મ છે.

માતાને ગર્વ છે કંગના પર

માતાને ગર્વ છે કંગના પર

કંગના રાણાવતના માતા આશા રાણાવતને પણ ક્વીન ફિલ્મ બહુ ગમી. તેમને ગર્વ છે કે કંગના તેમના પુત્રી છે અને તેણે રાણી જેવો રોલ કરી દુનિયા ભરની યુવતીઓને પોતાના જીવનનો નિર્ણય પોતે લેવાની પ્રેરણા આપી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X