કુડિયોં કા હૈ જમાના... બૉલીવુડમાં મહિલા આધારિત ફિલ્મોનો પૂર...

મુંબઈ, 6 સપ્ટેમ્બર : બૉલીવુડને અત્યાર સુધી મેલ ઓરિએંટેડ કહેવાતુ રહ્યુ છે, પણ દર વર્ષે એક કે તેના કરતા વધુ એવી ફિલ્મો આવે છે કે જે આપણને અનુભવ કરાવે છે કે આપણુ સિનેમા ધીમે-ધીમે બદલાઈ રહ્યુ છે. આજની બૉલીવુડ ફિલ્મોમાં ફીમેલ એક્ટરોને પણ મેલ એક્ટર જેટલુ મહત્વ અપાઈ રહ્યુ છે.

શરુઆત કરીએ આલિયા ભટ્ટ અભિનીત હાઈવે ફિલ્મથી. હાઈવેમાં આલિયાના પ્રદર્શને લોકોના રુઆંટા ઉભા કરી નાંખ્યા. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લોકોને પરિપક્વ અભિનેત્રી નજરે પડી. હાઈવે-આલિયા બાદ ક્વીન કંગનાનો વારો આવ્યો. કંગના રાણાવત અભિનીત ક્વીન દર્શકોને એટલી પ્રભાવિત કરી ગઈ કે બૉલીવુડ સેલિબ્રિટીઓએ કંગનાના ખૂબ વખાણ કર્યા. હાઈવેથી શરૂ થયેલી આ સફર આજે મૅરી કોમ સુધી પહોંચી ગઈ છે.

ચાલો તસવીરો સાથે જોઇએ 2014ની ફીમેલ ઓરિએંટેડ ફિલ્મો :

હાઈવે

હાઈવે

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવે હિમાચલથી લઈ પહાડી વિસ્તારોની સફર દરમિયાન શૂટ કરાઈ. ફિલ્મમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથે જ આલિયા ભટ્ટે પોતાના અભિનય વડે લોકોને આશ્ચર્યચકિત કરી દીધાં.

ક્વીન

ક્વીન

કંગના રાણાવતની ક્વીન એક સામાન્ય યુવતીની વાર્તા હતી કે જે લગ્ન તુટ્યા બાદ ઘરે બેસી માતમ મનાવવાના બદલે એકલી જ હનીમૂન પર વિદેશ જતી રહે છે અને પોતાની જિંદગી જ બદલી નાંખે છે.

મર્દાની

મર્દાની

તાજેતરમાં જ રિલીઝ થયેલી મર્દાની ફિલ્મ યશરાજની અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ હતી. રાણી મુખર્જીએ ફીમેલ પોલીસ અધિકારી તરીકે શાનદાર રોલ કર્યો.

મૅરી કોમ

મૅરી કોમ

ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ મૅરી કોમ એથલીટ મૅરી કોમના સંઘર્ષની વાર્તા કહે છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ બહેતરીન અભિનય કર્યો છે.

હૈદર

હૈદર

આગામી ફિલ્મ હૈદર પણ કંઈક ફીમેલ ઓરિએંટેડ ફિલ્મ જ છે. કે જેમાં મહિલા પાત્રોને વધુ મહત્વ અપાયુ છે.

આ પણ જુઓ

આ પણ જુઓ

PICS : ...સમંદર મેં નહાકે ઔર ભી નમકીન હો ગઈ Kate Upton!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X