Radhika Apte Birthday: રાધિકા આપ્ટે પાસે નથી વેડિંગ ફોટો, જાણો કોણ છે તેનો પતિ અને કેવી રીતે થઈ મુલાકાત?

આજે રાધિકા આપ્ટેનો 37મો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ પોતાના શ્રેષ્ઠ અભિનયથી એક અલગ જ છાપ છોડી છે. અભિનેત્રીને પડકારરૂપ ભૂમિકાઓ કરવાનું પસંદ છે. રાધિકાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અભિનેત્રીનો જન્મ 7 સપ્ટેમ્બર 1985ના રોજ વેલ્લોરમાં થયો હતો. આજે રાધિકા આપ્ટેનો 37મો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

રાધિકા આપ્ટેનુ ફિલ્મી કરિયર

રાધિકા આપ્ટેનુ ફિલ્મી કરિયર

રાધિકાએ વર્ષ 2005માં શાહિદ કપૂર સાથેની ફિલ્મ 'વાહ લાઈફ હો તો ઐસી'થી ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં રાધિકાનો રોલ નાનો હતો પરંતુ તેને અસલી ઓળખ 2011માં આવેલી ફિલ્મ 'શોર ઇન ધ સિટી'થી મળી હતી. તેને ફિલ્મોમાંથી એટલી ઓળખ મળી નથી જેટલી અભિનેત્રીને OTTથી મળી હતી. આ સિવાય જો અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તે મીડિયાની સામે આ વિશે વાત કરવાનુ પસંદ કરતી નથી.

રાધિકાની લવ લાઈફ

રાધિકાની લવ લાઈફ

હવે રાધિકા આપ્ટેના અંગત જીવનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં તેણે બ્રિટિશ વાયોલિન પ્લેયર અને સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અભિનેત્રીએ લાંબા સમય પછી મીડિયાની સામે તેના લગ્નની સત્તાવાર જાહેરાત કરી. પરંતુ શું તમે જાણો છો કે રાધિકા આપ્ટેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર નથી.

રાધિકા પાસે નથી લગ્નનો ફોટો

રાધિકા પાસે નથી લગ્નનો ફોટો

રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ ટેલરની લવ લાઈફની કહાની ખૂબ જ રસપ્રદ છે. રાધિકા આપ્ટેએ ઈન્ડિયા ટુડેને જણાવ્યુ હતુ ક જ્યારે તેણે બેનેડિક્ટ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે તસવીરો ક્લિક કરવાનુ ભૂલી ગઈ હતી. હવે તેની પાછળ બીજુ એક ખાસ કારણ પણ છે.

'અમે બધા નશામાં હતા અને..'

'અમે બધા નશામાં હતા અને..'

લગ્નના ફોટા ન હોવા અંગે વાત કરતા રાધિકાએ કહ્યુ, 'જ્યારે મારા અને બેનેડિક્ટના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા ત્યારે અમે તસવીરો લેવાનુ ભૂલી ગયા હતા. અમે ડુ ઈટ યોરસેલ્ફની થીમ પર લગ્ન કર્યા. જેમાં અમે અમારુ ભોજન જાતે રાંધ્યુ અને અમારા મિત્રોની હાજરીમાં નૉર્ધન ઈંગ્લેન્ડમાં લગ્ન કર્યા. અમારા અડધા મિત્રો ફોટોગ્રાફર હતા પરંતુ કોઈએ લગ્નની તસવીરો ક્લિક કરી ન હતી. અમે બધા નશામાં હતા અને તેથી મારી પાસે લગ્નની કોઈ તસવીરો નથી જે એક રીતે સારી બાબત છે.

રાધિકા આપ્ટેનુ વર્કફ્રન્ટ

રાધિકા આપ્ટેનુ વર્કફ્રન્ટ

બીજી તરફ રાધિકા આપ્ટેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ફોરેન્સિક'માં જોવા મળી હતી. જેમાં ફેન્સે એક્ટ્રેસની એક્ટિંગના ખૂબ વખાણ કર્યા હતા. હવે તે ટૂંક સમયમાં રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X