રાધિકા આપ્ટેના Nude વીડિયોની અનુરાગે સ્વીકારી જવાબદારી
[બોલીવુડ] દરેક વસ્તુ જેવી દેખાય છે તેવી હોતી નથી. જો આ વાતને હજારો વખત સાંભળીને પણ વણસાંભળ્યું કર્યું હોય તો આપને શરમ આવવી જોઇએ. રાધિકા આપ્ટેના ન્યૂડ વીડિયોના લીક બાદ ખૂબ જ જોરદાર હોબાળો મચી ગયો. પરંતુ રાધિકાએ એક સ્ટેટમેંટ જાહેર કરીને જણાવ્યું કે તેને ઇગ્નોર કરી દેવું. હવે આ આખા મામલાનું સત્ય અનુરાગ કશ્યપે બહાર પાડ્યું છે. અનુરાગે જણાવ્યું કે આ વીડિયો સાચો હતો અને તે વીડિયોમાં રાધિકા આપ્ટે જ હતી. પરંતુ તેને 20 મિનિટની એક શોર્ટ ફિલ્મ માટે શૂટ કરવામાં આવ્યું હતું.

પરંતુ અચાનક એક મહીના બાદ આ વીડિયો લીક થઇ ગયો. અનુરાગ કશ્યપની માનીએ તો ચોક્કસ કોઇ ભારતીય યુવકે જ આ કૃત્ય કર્યું છે અને તેઓ સંપૂર્ણ કોશિશ કરશે કે તે પકડાઇ જાય. તેમણે સંપૂર્ણ ઘટનાને તુરંત જ પોતાના કંટ્રોલમાં લઇ લીધી હતી.

NOTE: વાચમિત્રોને અમારી અપીલ છે કે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર પર આવી વસ્તુઓથી પોતાનું મનોરંજન કરતા પહેલા, કોઇના પણ પ્રત્યે અભદ્ર ટિપ્પણી અથવા અનુમાન લગાવ્યા પહેલા એકવાર વિચારી લો કે શું આપનું દિમાગ ખરેખર એટલું વિકસિત છે? મનોરંજન કરવાના બીજી ઘણી રીતો છે, એલર્ટ રહો...












Click it and Unblock the Notifications
