આખા દેશના બ્રાંડ એમ્બેસેડર છે અમિતાભ બચ્ચન: રાજ ઠાકરે
મુંબઇ, 24 ડિસેમ્બર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ફિલ્મ વિભાગની 7મી વર્ષગાંઠના એક કાર્યક્રમમાં સોમવારે રાત્રે મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ અમિતાભ બચ્ચનના ખૂબ વખાણ કર્યા હતા. રાજ ઠાકરેએ આ અવસરે કહ્યું હતું કે હું અમિતાભજીને લઇને મારા નિવેદન પર યથાવત છું. મે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન કોઇ એક રાજ્યના નહી પરંતુ આખા દેશના બ્રાંડ એમ્બેસેડર છે. જેટલો પ્રેમ તેમને ઉત્તર પ્રદેશ કરે છે એટલો જ પ્રેમ મહારાષ્ટ્રના લોકો પણ કરે છે. અમિતાભજી આવ્યા એટલા માટે આભારી છું. જે થયું તે થયું. બધુ ગંગામાં વહી ગયું અને ગંગાને આપણે પ્રેમ કરીએ છીએ.
અમિતાભ બચ્ચન અને રાજ ઠાકરે પાંચ વર્ષ બાદ સોમવારે એકમંચ પર જોવા મળ્યા. બંનેને એક મંચ પર સાથે જોઇને લાગી રહ્યું છે કે ગત પાંચ વર્ષોથી બંનેના સંબંધોમાં આવેલી કડવાશ દૂર થઇ રહી છે. અમિતાભ બચ્ચને પોતાના ભાષણની શરૂઆત મરાઠીમાં કહી હતી અને કહ્યું હતું કે અત્યારે હું મરાઠી શીખી રહ્યો છું.
મહારાષ્ટ્ર નવનિર્માણ ફિલ્મ ટુકડી (મનસે)ની સાતમી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમના અવસર પર ષણ્મુખનંદા હૉલમાં તેમના ડ્રમ અને મજીરાના ધ્વનિ વચ્ચે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મનસેની ફિલ્મ ઉદ્યોગ શાખાએ 10 વરિષ્ઠ કલાકારોને જીવન વીમા પોલીસી પણ સોંપી હતી.

રાજ ઠાકરે અને અમિતાભ બચ્ચનના સંબંધોમાં ત્યારે ખટાસ આવી હતી જ્યારે અભિનેતાને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા માટે અને ઉત્તર પ્રદેશના બ્રાંડ એમ્બેસેડર બનવા માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેમના સંબંધ ત્યારે વધુ વણસ્યા જ્યારે અમિતાભ બચ્ચનની પત્ની અને સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને એમ કહ્યું કે તે ઉત્તર પ્રદેશથી જ છે અને મહારાષ્ટ્રના લોકોને હિંદીમાં બોલવા માટે તેમને માફ કરવા જોઇએ. આ મુદ્દે અમિતાભ બચ્ચને પોતાની પત્ની તરફથી બિન શરતી માફી માંગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષે પહેલાં અમિતાભ બચ્ચનને ઉત્તર પ્રદેશના બ્રાંડ એમ્બેસેડર બનાવવા પર વિવાદિત ટિપ્પણી કરી હતી, જેથી બંને વચ્ચે અંતર વધતું ગયું હતું. ગત પાંચ વર્ષોમાં ઘણીવાર રાજ ઠાકરેએ બિગ બી શાબ્દિક પ્રહાર કર્યા છે.












Click it and Unblock the Notifications
