શાહરુખ જેમ દીવાના બનવા માંગુ છું : રાજીવ ખંડેલવાલ
મુંબઈ, 7 જાન્યુઆરી : ટેબલ નંબર 21 સાથે લોકોના દિલો પર પુનઃ રાજ કરનાર ટેલીવિઝન અભિનેતા રાજીવ ખંડેલવાલની ચાહત છે કે પડદા ઉપર તેમની પણ એક પ્યારી લવસ્ટોરી હોય કે જેને લોકો ખૂબ પસંદ કરે, પરંતુ તેના માટે તેમની ચાહત છે કે સ્ટોરી ઘણી સારી હોવી જોઇએ કે જેમાં સાચે જ પ્રેમની કશિશ હોય અને તેને લોકો વારંવાર જોવા માંગે. લોકો તેમની લવસ્ટોરીને બીજાઓ માટે દાખલા તરીકે ઉપયોગ કરે.

આપને જણાવી દઇએ કે ટેલીવિઝન કાર્યક્રમ સચ કા સામના દ્વારા લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર રાજીવ ખંડેલવાલની ફિલ્મ ટેબલ નંબર 21 લોકોને ગમી રહી છે. લોકોનું કહેવું છે કે રાજીવમાં આગળ વધવાની ઊર્જા તથા કૌશલ્ય છે કે જેથી તેઓએ આગળ વધવું જોઇએ.
નોંધનીય છે કે રાજીવ ખંડેલવાલ શાહરુખ ખાનના બહુ મોટા ફૅન છે. તેઓ તેમને પોતાના આદર્શ ગણે છે. શાહરુખે પણ પોતાના કૅરિયરની શરુઆત ટીવીથી કરી હતી અને આજે ફિલ્મી પડદે મહોબ્બતના બાદશાહ બની ગયાં. 45ની વય પાર કર્યા છતાં શાહરુખની દીવાનગી લોકો ઉપર છવાયેલી છે.
રાજીવને પણ લાગે છે કે તેઓ પણ કિંગ ખાનની જેમ આગળ વધી શકે છે. તેથી તેઓ પણ લવસ્ટોરીમાં કામ કરવા માંગે છે. જોઇએ કે રાજીવનો આ મંસૂબો ક્યારે પૂરો થાય છે?












Click it and Unblock the Notifications
