For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજેશ ખન્નાને મળી શકે છે પદ્મ વિભૂષણ સન્માન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 ડિસેમ્બર : બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને વર્ષ 2002નું દેશનું બીજું મોટું નાગરિક સન્માન એટલે કે પદ્મ વિભૂષણ આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં યોજાયેલ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ તથા ટુંકમાં સૌને જાણ થઈ જશે કે કોને-કોને આ વર્ષે પદ્મ વિભૂષણ સન્માન મળવાનાં છે. હાલ તો સમાચાર છે કે રાજેશ ખન્ના સાથે જ શોલે ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પીને પદ્મશ્રી આપવામાં આવશે.

Rajesh Khanna

પદ્મશ્રી પુરસ્કારોની પસંદગી સમિતિમાં કૅબિનેટ સચિવ અજીત સેઠ, વડાપ્રધાનના અગ્ર સચિવ પુલક ચૅટર્જી, કેન્દ્રીય સચિવ આર. કે. સિંહ, ફિલ્મ કલાકાર રત્ના પાઠક શાહ, વૈજ્ઞાનિક અનિલ કાકોદરનો સમાવેશ થાય છે. સમિતિએ આવતા વર્ષે અપાનાર પદ્મ પુરસ્કારો માટેના નામોની પસંદગી કરી છે. વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંજૂરી બાદ પુરસ્કાર પામનારાઓના નામ આવતા વર્ષે 25મી જાન્યુઆરીના રોજ જાહેર કરાશે.

નોંધનીય છે કે પદ્મ વિભૂષણ સન્માન કોઈને પણ નિધન બાદ નથી અપાતું, પરંતુ સરકાર રાજેશ ખન્નાના નામનો આ યાદીમાં અપવાદ સ્વરૂપે સમાવેશ કરી શકે છે. આ અગાઉ પણ સંગીતકાર ભૂપેન હઝારિકાને આવી જ રીતે અપવાદ સ્વરૂપે પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. રાજેશ ખન્ના 1992થી 1996 સુી નવી દિલ્હી લોકસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસના સાંસદ રહ્યા હતાં. તેમના સાથી કલાકારોમાંથી ધર્મેન્દ્ર, દેવ આનંદ, અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, હેમા માલિની અને વહીદા રહેમાન પદ્મ પુરસ્કાર વડે સન્માનિત થઈ ચુક્યાં છે.

English summary
Rajesh Khanna might get Padam Vibhushan award. According to the sources Rajesh Khanna and Sholey director Ramesh Sippi's name was nominated for the Padam Vibhushan award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X