બ્લોક બસ્ટર ફિલ્મ 'સંજૂ' નું નવુ પોસ્ટર રિલીઝ

રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજૂનું નવુ પોસ્ટર એક વાર ફરીથી સૌની સામે આવ્યુ છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે.

રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજૂનું નવુ પોસ્ટર એક વાર ફરીથી સૌની સામે આવ્યુ છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે. તેમને જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય દત્તના જીવન પર આધારિત છે અને આ ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું એક નવુ પોસ્ટર ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાણીએ હાલમાં જ ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું કે સંજૂના રુપમાં રણબીર કપૂર 90 ના દશકના હીરોના રુપમાં.

ફિલ્મનું એક નવુ પોસ્ટર

ફિલ્મનું એક નવુ પોસ્ટર

આ ઉપરાંત તેણે લખ્યુ કે કાલે એક બીજા મુન્નાભાઈ તમારી સામે આવવાના છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે અને લોકોને ટીઝર એટલુ બધુ પસંદ પડ્યુ છે કે બહુ જ ઓછા સમયમાં કરોડો લોકોએ આ ટીઝર જોયુ છે.

રણબીર કપૂરનો એક લુક

રણબીર કપૂરનો એક લુક

તમને જણાવી દઈએ કે રાજકુમાર હિરાણીએ ખુલાસો કર્યો હતો કે તે રોજ ફિલ્મનું પોસ્ટર અને રણબીર કપૂરનો એક લુક શેર કરશે. જેના કારણે આ ફિલ્મ જોવા માટે ફેન્સ વધુ અધીરા બની રહ્યા છે. આ ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સને લગભગ બે મહિના વધુ રાહ જોવી પડશે. ફિલ્મનો ક્રેઝ જોઈને આશા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મ 300 કરોડ સુધીની કમાણી કરશે. આજે રાજકુમાર હિરાણીએ જે ફોટો પોસ્ટ કર્યો છે તેનાથી સ્પષ્ટ છે કે પોસ્ટરમાં રણબીર પૂર 90 ના દશકના સંજય દત્તના લુકમાં છે જ્યારે તેણે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું.

રણબીરે પોતાના દરેક લુકથી લોકોને ચોંકાવ્યા

રણબીરે પોતાના દરેક લુકથી લોકોને ચોંકાવ્યા

એમાં કોઈ શક નથી કે આ ફિલ્મમાં રણબીર પોતાના દરેક લુકથી લોકોને ચોંકાવી રહ્યો છે. સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મ 29 જૂન, 2018 ના રોજ રિલીઝ થવાની છે. તેમને જણાવી દઈએ કે સંજય દત્તનું જીવન ઘણુ ઉતાર-ચડાવવાળુ રહ્યું છે અને તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેણે કેટલાક વર્ષો તો જેલની ચાર દિવાલો વચ્ચે પસાર કર્યા હતા. જો કે હવે સંજૂ બાબા જેલની બહાર આવી ચૂક્યા છે અને ઘણા ખુશ છે. પોતાના કામ અને પરિવાર પર ધ્યાન આપી રહ્યા છે. સંજય દત્ત જાણીતા અભિનેતા સુનીલ દત્ત અન નરગીસના પુત્ર છે. સંજય દત્ત જેલની બહાર આવ્યા પછી ઘણા બિઝી થઈ ગયા છે. હાલમાં તે કલંક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જેમાં તે ફરી એક વાર માધુરી દીક્ષિત સાથે જોવા મળશે. આ ફિલ્મમાં આ બંને ઉપરાંત વરુણ ધવન, આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X