Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ત્રણ અઠવાડિયામાં 100 કરોડની ફિલ્મ બની, સુપરસ્ટારની લોટરી લાગી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર હાલમાં સાતમા અશ્માને છે. હાલમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સ્ત્રી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર હાલમાં સાતમા અશ્માને છે. હાલમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સ્ત્રી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોલિવૂડની આ વર્ષે સૌથી વધારે પ્રોફિટ કરતી ફિલ્મ બની ગયી. એટલું જ નહીં પરંતુ આ વર્ષે 100 કરોડ ક્લબમાં શામિલ થનાર ફિલ્મ પણ બની ચુકી છે. શનિવારે 3.76 કરોડની કમાણી સાથે સ્ત્રીની કુલ કમાણી 101 કરોડ પહોંચી ગયી છે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 20 કરોડના નાના બજેટ પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી સાથે રેકોર્ડ તોડી રહી છે. જો વર્લ્ડ વાઈડ કમાણી વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મ 130 કરોડ કરતા પણ વધારે કમાણી કરી ચુકી છે. આ હોરર કોમેડી ફિલ્મનું કન્ટેન્ટ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

આ ફિલ્મ ભારતમાં 1770 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. પહેલા જ દિવસથી ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી પકડ બનાવી લીધી. સૌથી ખાસ બાબત છે કે આ ફિલ્મ રાજકુમાર રાવની પહેલી 100 કરોડની ફિલ્મ છે. આ વર્ષની 100 કરોડની ફિલ્મનું આખું લિસ્ટ નીચે જુઓ.

સંજૂ

સંજૂ

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. સંજુએ હવે 335 કરોડનું કલેક્શન કરી લીધું છે.

પદ્માવત

પદ્માવત

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતએ 300 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 2018 ની બીજી સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. પરંતુ મોટા બજેટને લીધે ફિલ્મ સૌથી વધુ નફાકારક સાબિત થઈ શકી નથી.

રેસ 3

રેસ 3

173 કરોડની સાથે સલમાન ખાનની રેસ 3 આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડની ફિલ્મ છે. 150 કરોડના બજેટ પર બનાવવામાં આવેલી આ ફિલ્મ એવરેજ રહી છે.

બાગી 2

બાગી 2

ટાઇગર શ્ર્રોફની બાગી 2 એ 165 કરોડની કમાણી કરી લીધી છે. ઉપરાંત, બીજી સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ પણ બની છે.

રાઝી

રાઝી

રાઝી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રાજીએ 121 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બ્લોકબસ્ટર બની ગઈ છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

લવ રંજનની આ રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 109 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે.

ગોલ્ડ

ગોલ્ડ

અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ પણ 107 કરોડ રૂપિયાની કમાણી સાથે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી ચુકી છે. આ ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ જ છે.

સ્ત્રી

સ્ત્રી

સ્ત્રી આ વર્ષે 100 કરોડ ક્લબમાં શામિલ થનાર ફિલ્મ પણ બની ચુકી છે. શનિવારે 3.76 કરોડની કમાણી સાથે સ્ત્રીની કુલ કમાણી 101 કરોડ પહોંચી ગયી છે. આ ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે

રેડ

રેડ

અજય દેવગણની ફિલ્મ રેડ માર્ચમાં રિલીઝ થઈ તેણે 101 કરોડનું કલેક્શન કર્યું. આ ફિલ્મ હિટ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X