રાજકુમાર સંતોષીને મારી નાંખવાની ધમકી!

મુંબઈ, 26 જુલાઈ : બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેમણે મુંબઈના જુહૂ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ધમકી આપનાર શખ્સ ફિરોઝ નડિયાદવાલા છે કે જેઓ એક જાણીતા ફિલ્મ નિર્માતા છે.

rajkumarsantoshi

મળતી માહિતી મુજબ ફિરોઝ નડિયાદવાલાએ કેટલાંક પૈસા અંગે રાજકુમાર સંતોષીને હત્યાની ધમકી આપી છે. ધમકી મળતાં સંતોષીએ ફરિયાદ નોંધાવી છે. સંતોષીનું કહેવું છે કે ફિરોઝ નડિયાદવાલાએ ફોન ઉપર આ ધમકી આપી છે. ફિરોઝ નડિયાદવાલા બૉલીવુડના જાણીતા નિર્માતા સાજિદ નડિયાદવાલાના ભાઈ છે.

રાજકુમાર સંતોષીએ પોલીસને જણાવ્યું કે પહેલા તો ફિરોઝે તેમના ઘરે પહોંચી ધમકી આપી, પણ તેઓ પોતે હાજર નહોતાં. નોકર જ ઘરે હતો. પછી ફિરોઝે ફોન કરી ધમકી આપી. જુહૂ પોલીસ સ્ટેશને રાજકુમાર સંતોષીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફિરોઝ વિરુદ્ધ કલમ 452 અને 506 હેઠળ કેસ નોંધી લીધો છે.

નોંધનીય છે કે રાજકુમાર સંતોષી અને ફિરોઝ નડિયાદવાલા બંને જ ફિલ્મ નિર્માણ જગતના જાણીતા નામો છે. બંનેએ સારી ફિલ્મો બનાવી છે. રાજકુમાર સંતોષી ફટા પોસ્ટર નિકલા હીરો રિલીઝ તથા સાજિદ નડિયાદવાલા કિક ફિલ્મ અંગે ચર્ચામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X