બોક્સ ઓફિસ: રાજકુમાર અને શ્રદ્ધાની 'સ્ત્રી' નો તહેલકો, શાનદાર કમાણી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોક્સઓફિસ પર તહેલકો મચાવી રહી છે. ફક્ત 4 દિવસમાં આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ થઇ ચુકી છે.

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોક્સઓફિસ પર તહેલકો મચાવી રહી છે. ફક્ત 4 દિવસમાં આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ થઇ ચુકી છે. આપને જણાવી દઈએ કે જ્યાં આ ફિલ્મે વિકએન્ડ પર 32 કરોડની કમાણી કરી હતી, ત્યાં જ ફિલ્મે સોમવારે પણ 8 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

ખાસ બાબત છે કે આ ફિલ્મ 20 કરોડ રૂપિયાના બજેટ પર બની છે. એટલે કે ફક્ત 4 દિવસમાં ફિલ્મે તેના બજેટ કરતા પણ ડબલ કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 2018 ની સૌથી વધારે પ્રોફિટ કમાવનાર ફિલ્મોની લિસ્ટમાં શામિલ થઇ ચુકી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ રાજકુમાર રાવની સૌથી મોટી સોલો હિટ ફિલ્મ છે. શ્રદ્ધા કપૂરે પણ લાંબા સમય પછી હિટ ફિલ્મનો સ્વાદ ચાખ્યો છે.

સ્ત્રી એક હોરર-કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મની કહાની સાથે સાથે સ્ટારકાસ્ટે પણ દર્શકોનું દિલ જીતી લીધું. રાજકુમાર અને શ્રદ્ધા સહીત બધા જ કલાકારો તેમના રોલમાં બિલકુલ પરફેક્ટ હતા. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ સરળતાથી 80-90 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લેશે. હાલમાં ફિલ્મે 100 ટકા કરતા પણ વધારે નફો કમાઈ લીધો છે.

અહીં જાણો 2018 માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો-

સંજૂ

સંજૂ

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. સંજુએ હવે 335 કરોડનું કલેક્શન કરી લીધું છે.

પદ્માવત

પદ્માવત

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતએ 300 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 2018 ની બીજી સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. પરંતુ મોટા બજેટને લીધે ફિલ્મ સૌથી વધુ નફાકારક સાબિત થઈ શકી નથી.

રેસ 3

રેસ 3

173 કરોડની સાથે સલમાન ખાનની રેસ 3 આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડની ફિલ્મ છે. 150 કરોડના બજેટ પર બનાવવામાં આવેલી આ ફિલ્મ એવરેજ રહી છે.

બાગી 2

બાગી 2

ટાઇગર શ્ર્રોફની બાગી 2 એ 165 કરોડની કમાણી કરી લીધી છે. ઉપરાંત, બીજી સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ પણ બની છે.

રાઝી

રાઝી

રાઝી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રાજીએ 121 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બ્લોકબસ્ટર બની ગઈ છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

લવ રંજનની આ રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 109 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે.

રેડ

રેડ

અજય દેવગણની ફિલ્મ રેડ માર્ચમાં રિલીઝ થઈ તેણે 101 કરોડનું કલેક્શન કર્યું. આ ફિલ્મ હિટ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X