Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics/Trailer : ફૅમિલી ફિલ્મોમાં બંધાઈને નહીં રહે રાજશ્રી પ્રોડક્શન!

મુંબઈ, 19 માર્ચ : ફિલ્મ નિર્માતા સૂરજ બરજાત્યાની ઘરેલુ ફિલ્મ નિર્માણ કમ્પની રાજશ્રી પ્રોડક્શનને પારિવારિક ફિલ્મો બનાવવા માટે ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે રાજશ્રી પ્રોડક્શન જાસૂસી રોમાંચ પર આધારિત ફિલ્મ સમ્રાટ એન્ડ કમ્પની લઈને આવી રહ્યું છે.

સૂરજ બરજાત્યાએ જણાવ્યું કે તેમની ફિલ્મ નિર્માણ કમ્પનીમાં નવી પેઢીના કલાકારોને પોતાની મરજીના વિષયો પર ફિલ્મ બનાવવાની પૂરી છૂટ છે. સૂરજ બરજાત્યાના બહેન કવિતા પોતાની નવી ફિલ્મ સમ્રાટ એન્ડ કમ્પનીના પ્રદર્શન માટે તૈયાર છે કે જે એક જાસૂસી રોમાંચ ફિલ્મ છે.

તાજેતરમાં જ સમ્રાટ એન્ડ કમ્પનીનું ટ્રેલર તથા પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રેયા નારાયણ, ગુફી પેંટલ, રાજીવ ખંડેલાલ, સ્મિતા જયકર, મદાલસા શર્મા, કૌશિક ઘટક તથા કવિતા બરજાત્યા ઉપસ્થિત રહ્યા હતાં. રાજશ્રી પ્રોડક્શનની આ ફિલ્મનું દિગ્દર્શન કૌશિક ઘટકે કર્યું છે, તો ફિલ્મના મુખ્ય કલાકારોમાં સચ કા સામના ફૅમ રાજીવ ખંડેલવાલ તથા મદાલસા શર્મા છે.

ચાલો જોઇએ સમ્રાટ એન્ડ કમ્પની ફિલ્મની, ટ્રેલર લૉન્ચિંગની તસવીરો અને માણીએ ટ્રેલર પણ :

સમ્રાટ એન્ડ કમ્પનીમાં મદાલસા શર્મા

સમ્રાટ એન્ડ કમ્પનીમાં મદાલસા શર્મા

પચાસ વર્ષીય સૂરજ બરજાત્યાએ જણાવ્યું - હું કદાચ પોતાના ઉછેર અને વિચારોના કારણે પોતાને બંધનમાં અનુભવતો રહ્યો છું.

સમ્રાટ એન્ડ કમ્પનીમાં મદાલસા શર્મા અને રાજીવ ખંડેલવાલ

સમ્રાટ એન્ડ કમ્પનીમાં મદાલસા શર્મા અને રાજીવ ખંડેલવાલ

સૂરજે જણાવ્યું - પરંતુ રાજશ્રીની આગામી પેઢી પર કોઈ જ પ્રકારનો બંધન નથી.

સમ્રાટ એન્ડ કમ્પનીમાં રાજીવ ખંડેલવાલ

સમ્રાટ એન્ડ કમ્પનીમાં રાજીવ ખંડેલવાલ

સૂરજે જણાવ્યું - જ્યારે કવિતાએ મને આ ફિલ્મ અંગે જણાવ્યું, તો મેં કહ્યું કે આ ફિલ્મ જરૂર બનાવો.

સમ્રાટ એન્ડ કમ્પનીમાં રાજીવ ખંડેલવાલ

સમ્રાટ એન્ડ કમ્પનીમાં રાજીવ ખંડેલવાલ

સૂરજે કહ્યું - આ એક એવી ફિલ્મ છે કે જે કદાચ હું પણ બનાવવા માંગત, તેથી મેં કવિતાને કહ્યું કે તમે આને જરૂર બનાવો.

સમ્રાટ એન્ડ કમ્પનીમાં રાજીવ ખંડેલવાલ

સમ્રાટ એન્ડ કમ્પનીમાં રાજીવ ખંડેલવાલ

રાજશ્રી પ્રોડક્શને ચિત્તચોર, મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન, હમ સાથ સાથ હૈં અને વિવાહ જેવી ફિલ્મો આપી છે.

સમ્રાટ એન્ડ કમ્પનીનું પોસ્ટર

સમ્રાટ એન્ડ કમ્પનીનું પોસ્ટર

સૂરજે કહ્યું - હવે અમે નવા-નવા વિષયો સાથે પ્રયોગો કરીશું.

સમ્રાટ એન્ડ કમ્પનીનું ટ્રેલર લૉન્ચ

સમ્રાટ એન્ડ કમ્પનીનું ટ્રેલર લૉન્ચ

સૂરજે જણાવ્યું - આપણે બંધાઈને કામ ન કરવું જોઇએ.

સમ્રાટ એન્ડ કમ્પનીના ટ્રેલર લૉન્ચિંગમાં શ્રેયા નારાયણ

સમ્રાટ એન્ડ કમ્પનીના ટ્રેલર લૉન્ચિંગમાં શ્રેયા નારાયણ

તેમણે જણાવ્યું - રાજશ્રીએ દરેક પ્રકારની ફિલ્મો બનાવવી જોઇએ.

સમ્રાટ એન્ડ કમ્પનીના ટ્રેલર લૉન્ચિંગમાં મદાલસા શર્મા

સમ્રાટ એન્ડ કમ્પનીના ટ્રેલર લૉન્ચિંગમાં મદાલસા શર્મા

રાજશ્રી પ્રોડક્શન હાલ સલમાન ખાન સાથેની આગામી ફિલ્મ અંગે પણ ચર્ચામાં છે.

સમ્રાટ એન્ડ કમ્પનીના ટ્રેલર લૉન્ચિંગમાં રાજીવ ખંડેલવાલ

સમ્રાટ એન્ડ કમ્પનીના ટ્રેલર લૉન્ચિંગમાં રાજીવ ખંડેલવાલ

રાજશ્રી પ્રોડક્શન અને સલમાન ખાન હમ સાથ સાથ હૈં બાદ સાથે આવી રહ્યાં છે.

સમ્રાટ એન્ડ કમ્પનીનું ટ્રેલર માણો

સમ્રાટ એન્ડ કમ્પનીનું ટ્રેલર માણવા સ્લાઇડર ઉપર ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X