For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી ફિલ્મ એજ દિવસે રિલીઝ થશે, શાહરૂખે જયારે કરવી હોય ત્યારે કરે...

|
Google Oneindia Gujarati News

આપણે જણાવી દઈએ કે શાહરુખ ખાનની રઈસ અને રિતિક રોશનની ફિલ્મ કાબિલ 26 જાન્યુઆરીએ ટકરાવવા જઈ રહી છે. જયારે તેના વિશે કાબિલ ફિલ્મના નિર્માતા રાકેશ રોશનને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે આ ક્લેશને લઈને તેમની સાથે કોઈ જ વાત કરવામાં આવી ના હતી.

kaabil

રાકેશ રોશનને કહ્યું કે તેમને ફેબ્રુઆરીમાં જ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરી નાખી હતી. તેવામાં શાહરુખ ખાનની રઈસનું પણ તે જ સમયે રિલીઝ થવું બેઈમાની છે.

kaabil

રાકેશ રોશનને આગળ કહ્યું કે તેઓ કોઈ પણ ફિલ્મની રિલીઝ ડેટને રોકી નથી શકતા. તેમને શાહરુખ ખાન સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આ ક્લેશથી કોઈને પણ ફાયદો નહીં થાય.

kaabil

રાકેશ રોશનને આગળ કહ્યું કે હું તારીખોને લઈને ખુબ જ અંધવિશ્વાસુ છું. એટલે તેઓ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ નહીં બદલી શકે.

kaabil

રિતિક રોશને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું બીજા લોકોની નૈતિકતા પર કોઈ જ ટિપ્પણી નથી કરી શકતો. પરંતુ હું હંમેશાથી જ નૈતિકતાના નિયમો પર ચાલતો રહ્યો છું અને આશા કરું છું કે બીજા પણ ચાલે.

kaabil

રિતિક રોશને અહીં જ વાત પુરી ના કરી તેમને કહ્યું કે મારા પિતાએ હાલમાં જ ક્રિશ 4 ની ડેટ એનાઉન્સ કરી હતી. પરંતુ તેમને તે પછી લઇ લીધી. કારણકે કોઈ બીજાએ તે તારીખ લીધી હતી. આ નૈતિકતાની વિરુદ્ધ છે કે તમે કોઈની તારીખ હાઇજેક કરી લે.

kaabil

જોવા જઈએ તો રિતિક રોશનની ફિલ્મ કાબિલની ડેટ ખુબ જ પહેલા જ એનાઉન્સ થઇ ચુકી હતી. પરંતુ જયારે શાહરુખ ખાને સલમાન ખાનની ફિલ્મ સામે પોતાની ક્લેશ રોકી. ત્યારે તેમની રિતિક રોશનની ફિલ્મ કાબિલ સાથે જ પોતાની ફિલ્મની ડેટ એનાઉન્સ કરી દીધી.

kaabil

આ ક્લેશ વિશે વાત કરતા રિતિક રોશને કહ્યું કે ત્યારે બે મોટી ફિલ્મો એકબીજાની સામે આવશે ત્યારે નુકશાન તો થશે જ. પરંતુ જો બંને ફિલ્મ સારી રહી તો તે બોક્સઓફિસ પર કમાલ કરી શકે છે. પરંતુ બધું જ કિસ્મત અને દર્શકના હાથોમાં છે.

kaabil
English summary
I have told Shahrukh that nobody is going to gain anything - Rakesh Roshan o
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X