Pics : ‘ભાજપાતુર’ રાખી સાવંત બની ગઈ ‘નેતા’!

નવી દિલ્હી, 10 માર્ચ : બૉલીવુડમાં આયટમ ગર્લ તરીકે જાણીતા અને મૉડેલ-સહ-અભિનેત્રી રાખી સાવંત આજકાલ ભારતીય જનતા પક્ષ તથા તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ ટેકો જાહેર કરી ખૂબ ચર્ચામાં છે. એક બાજુ દેશમાં લોકસભા ચૂંટણી 2014ના પડઘમ વાગી રહ્યાં છે અને બીજી બાજુ રાખી આ પડઘમ વચ્ચે પોતાની બ્રાન્ડિંગ કરવાની કોઈ તક ચૂકવા નથી માંગતાં.

તાજેતરમાં રાખી સાવંતે ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી અને હવે ગઈકાલે તેમણે ભાજપ તરફથી આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાખી સાવંત હવે માત્ર નિવેદનો દ્વારા જ નહીં, પણ કેટલીક પ્રવૃત્તિઓ વડે પણ રાજકીય અખાડામાં પ્રવેશતાં હોય તેવું લાગે છે અને તેનો દાખલો ગત શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જોવા મળ્યો કે જ્યારે તેઓ જરૂરિયાતમંદ લોકોને ડસ્ટબીન વહેંચવા નિકળી પડ્યાં.

ચાલો તસવીરોમાં બતાવીએ રાખી સાવંતનો રાજકીય અવતાર :

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંત હવે નેતા બની ગયા હોય તેવું લાગે છે.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે શનિવારે મહિલા દિવસે મુંબઈ ખાતે જરૂરિયાતમંદ લોકો વચ્ચે ડસ્ટબીન વહેંચી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે ચા વાળાઓને ત્યાં જઈ ડસ્ટબીન વહેંચી અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતના આ પ્રયત્નને પબ્લિસિટી સ્ટંટ પણ કહેવાય છે.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખીએ શાકભાજી વાળાને પણ ડસ્ટબીન આપી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંત ભાજપમાં જોડાવા માંગે છે.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે કેળાની લારી વાળાને પણ ડસ્ટબીન આપી અને અપીલ કરી કે કેળાના છિલકા આમ-તેમ ફેંકવાના બદલે ડસ્ટબીનમાં નાંખવા જોઇએ.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંત એકદમ નેતાની જેમ ઉકરડા વાળી વસતીમાં ગયાં.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે મહિલાઓ સાથે હળી-મળી તેમની સમસ્યાઓ સાંભળી અને તેમને ડસ્ટબીન આપી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

આ પ્રસંગે એક મહિલા ઉપર તો રાખીનો પ્રેમ એટલો ઉમટી પડ્યો કે તેમણે તે મહિલાને ચૂમી લીધી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે તાજેતરમાં ભાજપના પ્રમુખ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી ભાજપમાં જોડાવા માટે આતુર છે.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારીને ટેકો આપી તેમને યોગ્ય વ્યક્તિ ગણાવ્યા હતાં.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે પોતાની જાતને અરવિંદ કેજરીવાલ કરતા બહેતર ગણાવ્યા હતાં.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

રાખી સાવંતે તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રાખીનો નેતા અવતાર

રાખીનો નેતા અવતાર

જોઇએ હવે રાખીનો આ નેતા અવતાર તેમને કઈ દિશામાં લઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X