રાખી સાવંતે કબૂલ્યા NRI સાથે લગ્ન, ‘ફેન છે જે મને બહુ જ પ્રેમ કરે છે'

અભિનેત્રી અને ડાંસર રાખી સાવંતના લગ્નની ચર્ચા આમ તો ઘણા સમયથી છે પરંતુ હવે રાખીએ પહેલી વાર લગ્નની વાતને દુનિયા સામે કબૂલી છે.

અભિનેત્રી અને ડાંસર રાખી સાવંતના લગ્નની ચર્ચા આમ તો ઘણા સમયથી છે પરંતુ હવે રાખીએ પહેલી વાર લગ્નની વાતને દુનિયા સામે કબૂલી છે. તેણે માન્યુ છે કે તેણે એક NRI બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા છે. સ્પૉટબૉય સાથે વાતચીતમાં કહ્યુ કે - હું તેને ખૂબ પ્રેમ કરુ છુ. મે મારા ફેન સાથે વાત કરી છે, એ ફેન મને સાચો પ્રેમ કરે છે.

લગ્ન કરીને અમેરિકા જતા રહ્યા રાખીના પતિ

લગ્ન કરીને અમેરિકા જતા રહ્યા રાખીના પતિ

રાખીએ જણાવ્યુ કે તેના પતિનુ નામ રિતેશ છે અને તે લગ્ન બાદ અમેરિકા પણ જતા રહ્યા છે. રાખીએ જણાવ્યુ કે મારો વિઝા આવતા જ હું પણ તેમની પાસે જતી રહીશ. સાથે તેણે કહ્યુ કે હું તે બાદ પણ ભારતમાં કામ કરવાનું ચાલુ રાખીશ. હું હંમેશાથી ટીવી શો પ્રોડ્યુસ કરવા ઈચ્છતી હતી અને મને લાગે છે કે મારુ સપનુ હવે પૂરુ થવા જઈ રહ્યુ છે. હું આટલા સારા પતિ માટે જીસસનો આભાર માનુ છુ.

રાખીના વર્ષો જૂના ફેન છે તેના પતિ

રાખીનુ કહેવુ છે કે તેના પતિ તેના વર્ષો જૂના ફેન છે જેણે પહેલી વાર તેને પ્રભુ ચાવલા સાથે ઈન્ટરવ્યુમાં જોયા હતા. રાખીએ જણાવ્યુ કે તેણે મને વૉટ્સએપ કર્યુ અને પછી અમારી વાતો શરૂ થઈ ગઈ. સમય સાથે અમે સારા દોસ્ત બની ગયા. આ બધુ લગભગ દોઢ વર્ષ પહેલા થયુ.

2020માં મા બનવા ઈચ્છે છે રાખી સાવંત

2020માં મા બનવા ઈચ્છે છે રાખી સાવંત

રાખીએ એ પણ જણાવ્યુ કે તે વર્ષ 2020માં ફેમિલી પ્લાનિંગ વિશે પણ વિચારી ચૂકી છે. તેણે કહ્યુ કે ‘અત્યાર માટે હું છુ ને.' રાખીએ જણાવ્યુ કે કામ માટે અમેરિકાથી ભારત આવતી જતી રહેશે. બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કરી લીધો. તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં રાખી સાવંતે રાખી કા સ્વયંવર નામથી એક રિયાલિટી શો શરૂ કર્યો હતો ત્યારબાદ તેમના લગ્નના પણ સમાચાર આવ્યા હતા. વર્ષ 2018માં દીપક કલાલ સાથે લગ્નના સમાચાર પણ આવ્યા પરંતુ હવે તેના ગુપચૂપ લગ્નના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X