રામૂનો વધુ એક ધડાકો : બાળક પાસે અશ્લીલ હરકત કરાવી!!!
મુંબઈ, 6 ઑક્ટોબર : ફરી એક વાર નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા વિવાદોમાં છે. આ વખતે તેમણે કોઈ વિવાદાસ્પદ ટ્વીટ નથી કર્યું, પણ આ વખતે તેમણે એક 13 વર્ષના કિશોરથી અશ્લીલ હરકત કરાવી છે અને તેથી જ તેઓ હૅડલાઇન્સમાં છે.
હકીકતમાં રામ ગોપાલ વર્મા હવે પોતાની આગામી તેલુગુ ફિલ્મ સાવિત્રીના પોસ્ટર અંગે વિવાદમાં સપડાયા છે. તાજેતરમાં જ સાવિત્રી ફિલ્મનુ પોસ્ટર રિલીઝ કરાયુ છે કે જેમાં એક 13 વર્ષના છોકરાને અશ્લીલ કૃત્ય કરતા બતાવાયો છે. તેથી જ આંધ્ર પ્રદેશના સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એસસીપીસીઆર)એ રામૂ વિરુદ્ધ બાળ અધિકારોના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે.
હાલ તો રામ ગોપાલ વર્મા તરફથી આ અંગે કોઈ પ્રત્યાઘાત નથી સાંપડ્યાં. જોકે રામૂએ થોડાક દિવસ અગાઉ પણ આ ફિલ્મ અંગે નિવેદન આપ્યુ હતું. રામ ગોપાલ વર્માએ કહ્યુ હતું કે દરેક ટીનેજરની પોતાની સાવિત્રી હોય છે, તે તેની ટીચર, પાડોસણ, બહેન કે બહેનની બહેનપણી હોઈ શકે છે. તેથી આ મુદ્દે આટલો હોબાળો કેમ? આ નિવેદન અંગે પણ એસસીપીસીઆરે વાંધો ઉઠાવ્યો હતો.
જુઓ તેલુગુ ફિલ્મ સાવિત્રીનું વિવાદાસ્પદ પોસ્ટર :

વિવાદાસ્પદ પોસ્ટર
રામ ગોપાલ વર્માની તેલુગુ ફિલ્મ સાવિત્રીના પોસ્ટર અંગે વિવાદ ઉભો થયો છે.

બાળકની કુચેષ્ટા
સાવિત્રી ફિલ્મના પોસ્ટરમાં એક બાળકની કુચેષ્ટા દર્શાવવામાં આવી છે.

દરેક કિશોરની સાવિત્રી
રામ ગોપાલ વર્માનુ કહેવુ છે કે દરેક મુગ્ધ વયના બાળકના મનમાં કોઈને કોઈ સાવિત્રી હોય જ છે.

કેસ નોંધાયો
આ પોસ્ટર અંગે આંધ્ર પ્રદેશના સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એસસીપીસીઆર)એ રામૂ વિરુદ્ધ બાળ અધિકારોના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે.

ગણેશ અંગે ટ્વીટ
થોડાક દિવસ અગાઉ રામૂએ ભગવાન ગણપતિ બાપ્પા અંગે પણ વાંધાજનક ટ્વીટ કરી હતી. જોકે વિરોધ થતા તેમણે પાછળતી માફી માગી લીધી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
