એક્ટ્રેસનો Shocking ખુલસો, અશ્લીલ વીડિયો દેખાડી ડાયરેક્ટરે કહ્યું..
એક્ટ્રેસનો Shocking ખુલસો, અશ્લીલ વીડિયો દેખાડી ડાયરેક્ટરે કહ્યું..
બૉલીવુડ એક્ટ્રેસ શાર્લિન ચોપરા કોઈને કોઈ વિવાદને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. અત્યારે પણ તે કન્ટ્રોવર્સી ઉભી કરી રહી છે. શાર્લિને બૉલીવુડના મશહૂર નિર્દેશક રામ ગોપાલ વર્મા પર અશ્લીલ આરોપો લગાવ્યા છે. રામ ગોપાલ વર્મા પરના આ આરોપો બાદ બૉલીવુડમાં સનસની ફેલાઈ ગઈ છે. ગત એક વર્ષથી રામ ગોપાલ વર્મા કોઈને કોઈ વિવાદનો ભાગ બની રહ્યા છે. જણાવી દઈએ કે શાર્લિને મીડિયા સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો છે કે રામ ગોપાલ વર્માએ ફિલ્મ અપાવવાના બહાને તેની સાથે એવી હરકત કરી જેનો ઉલ્લેખ કરવો તેના માટે દુઃખદ છે.

લગાવ્યો હતો આરોપ
તાજેતરમાં જ શાર્લિન ચોપરાનું એક રૈપ સોન્ગ કતાર રિલીઝ થયું છે. કતાર સોન્ગના પ્રમોશન દરમિયાન આ સમગ્ર મામલાનો શાર્લિન ચોપરાએ પર્દાફાશ કર્યો છે.

ફોટો અને વર્ક પ્રોફાઈલ
શાર્લિને જણાવ્યું કે વર્ષ 2016માં તેણે રામ ગોપાલ વર્માને પોતાની કેટલીક તસવીરો અને પોતાની વર્ક પ્રોપાઈલ મોકલી. શાર્લિને પૂછ્યું કે તે હાલ કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તે રામ ગોપાલ વર્માના પ્રોજેક્ટનો ભાગ બનવા માંગે છે.

તમારા કામની ફેન
મેં તેમને એમ પણ કહ્યું કે સત્ય, કંપની અને રંગીલા જેવી ફિલ્મો જોયા બાદ હું તમારા કામની ફેન બની ગઈ છું. તમારી સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરવા માંગું છું.

કહાનીની જગ્યાએ માત્ર અશ્લીલ વીડિયો
રામ ગોપાલ વર્માએ સ્ક્રિપ્ટ મોકલી અને કહ્યું કે આને જોઈ તારું મંતવ્ય જણાવ. મેં જોયું કે કહાનીની જગ્યાએ માત્ર અશ્લીલ વીડિયોઝ હતા. મેં પૂછ્યું કે સર આ તો માત્ર અશ્લીલ સીન્સ છે. જેના પર તેમણે કહ્યું કે જો તું સહમત હો તો આગળ વધીએ.

સની લિયોનીનું ઉદાહરણ આપ્યું
શાર્લિને એમ પણ કહ્યું કે આ કામ માટે તેમણે સની લિયોનીનું ઉદાહરણ પણ આપ્યું પરંતુ મેં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.












Click it and Unblock the Notifications
