ભગવાન ગણેશને ભાંડનાર રામૂ સ્ત્રીઓને સંભોગની વસ્તુ માને છે : જુઓ 5 વિવાદો!
મુંબઈ, 30 ઑગસ્ટ : રામ ગોપાલ વર્મા, એક સમયે ફિલ્મી દુનિયાનું ખૂબ જ સફળ નામ હતું. તેમના નામે ફિલ્મો વેચાતી હતી, તો બાળકથી લઈ વૃદ્ધ સુધી સૌ તેમની ફિલ્મોની રાહ જોતા હતાં. આમિર ખાનથી લઈ અમિતાભ બચ્ચન સાથે શાનદાર ફિલ્મો આપનાર બિચારા રામૂને કદાચ છેલ્લા થોડાક સમયથી કંઇક થઈ હયું છે અને તેથી તેમની ફિલ્મો ઓછી અને જીભ વધારે ચાલવા લાગી છે.
એટલે જ રામ ગોપાલ વર્મા ટ્વિટર ઉપર વિચિત્ર વાતો લખતા રહે છે અને બકવાસ કરતા રહે છે. ઐશ્વર્યા રાયથી લઈ સુચિત્રા કૃષ્ણમૂર્તિ અંગે ટ્વિટર પર અશ્લીલ મજાક કરનાર રામૂએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિને પણ ન બખ્શ્યા. જોકે જ્યારે ટીકાઓનો વરસાદ થયો તો તેમણે માફી માંગી લીધી.
નોંધનીય છે કે રામૂએ પોતાની પહેલી ટ્વીટમાં લખ્યુ હતું - એક વ્યક્તિ કે જે પોતાનુ માથુ ન બચાવી શકી, તે બીજાના જીવવની રક્ષા કઈ રીતે કરશે? આખરે ગણેશે એવુ કયુ કામ કર્યુ હતું કે જેથી તેઓ ભગવાનની શ્રેણીમાં આવી ગયા, જ્યારે તેમના ભાઈ માત્ર એક સામાન્ય માણસ બની રહી ગયાં. જોકે હોબાળો મચતા રામૂએ માફી માંગી લીધી છે.
હાલ તો આપણે એક નજર નાંખીએ રામ ગોપાલ વર્માના ટ્વિટર વિવાદો પર :

સ્ત્રીઓ માત્ર સંભોગની વસ્તુ
કભી હાં કભી ના ફિલ્મમાં શાહરુખ ખાનની અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના પુસ્તક ડ્રામા ક્વીનમાં લખ્યું છે - હું ક્યારેક નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માના પ્રેમમાં હતી અને લગ્ન કરવા માંગતી હતી, પણ રામૂ લગ્નમાં ભરોસો નથી ધરાવતાં. તેમને સ્ત્રીઓ માત્ર સંભોગની વસ્તુ લાગે છે.

કરણની મજાક
થોડાક દિવસ અગાઉ રામૂએ કરણ જૌહરની રોમાંટિક ફિલ્મોને હૉરર ફિલ્મો કહી તેમની મજાક ઉડાવી હતી.

સલમાનને પણ ન છોડ્યો
એક થા ટાઇગર સલમાન ખાનની સતત પાંચમી હિટ ફિલ્મ હતી અને તમામ ફિલ્મમેકરો સલમાન સાથે કામ કરવા આતુર હતાં, પણ રામૂ ઉંધુ વિચારતા હતાં. રામૂનુ કહેવુ હતું - સલમાને જો ફ્લૉપ થવુ હોય, તો તેઓ મારી સાથે કામ કરે. રામૂનો કહેવાનો મતલબ એ જ હતો કે સલમાન ખાનને ફ્લૉપ કરવાનો એક માત્ર ઉપાય છે કે તેઓ રામૂની ફિલ્મમાં કામ કરે.

ઐશની ઠેકડી
રામૂએ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મની નાયિકા ઐશ્વર્યા રાયની મજાક ઉડાવી હતી. આ ફિલ્મના પ્રોમોઝમાં ઐશ હૃતિક રોશનના દાંતે બ્રશ કરતા દર્શાવાયા હતાં. આ અંગે રામૂએ ટ્વિટર પર લખ્યુ હતું - હું ઐશને હૃતિકના દાંત સાફ કરતા ન જોઈ શકું. મને સમજાતુ નથી કે ફિલ્મમાં આવુ સીન રાખવાનો શો મતલબ છે?

અમિતાભ બચ્ચન
જ્યારે રામ ગોપાલ વર્માની ફિલ્મ બુડ્ઢા હોગા તેરા બાપ ફ્લૉપ નિવડી, તો રામૂએ અમિતાભ સામે પણ ટ્વિટર ઉપર પસ્તાળ પાડી હતી.

ગણપતિનો વારો
હવે રામૂએ એક ડઝન ટ્વીટ્સ એવી કરી છે કે જેમાં તેમણે હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન ગણેશ અંગે ઘણી અપમાનજનક વાતો કહી નાંખી. રામૂએ પોતાની પહેલી ટ્વીટમાં લખ્યુ છે - એક વ્યક્તિ કે જે પોતાનુ માથુ ન બચાવી શકી, તે બીજાના જીવવની રક્ષા કઈ રીતે કરશે? આખરે ગણેશે એવુ કયુ કામ કર્યુ હતું કે જેથી તેઓ ભગવાનની શ્રેણીમાં આવી ગયા, જ્યારે તેમના ભાઈ માત્ર એક સામાન્ય માણસ બની રહી ગયાં. જોકે હોબાળો મચતા રામૂએ માફી માંગી લીધી છે.

હવે માફી
જોકે રામ ગોપાલ વર્માએ ભારે વિરોધ બાદ ગણપતિ બપ્પા અંગે કરેલા નિવેદનો બદલ માફી માંગી લીધી છે. જોકે રામૂએ મોડુ કરી નાંખ્યુ, કારણ કે તેમની છબી ખરડાઈ ચુકી છે.

આ પણ વાંચો
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
