ફિલ્મી પડદે સાકાર થશે 26/11નો આતંકી હુમલો

મુંબઈ, 26 નવેમ્બર : ઘણાં સમયથી રામ ગોપાલ વર્માનું કૅરિયર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈરહ્યુ હતું, પરંતુ હવે લાગે છે કે મુંબઈમાં 26/11/2008ના રોજ થયેલ આતંકવાદી હુમલા પર બનેલ ફિલ્મ ધ ઍટૅક્સ ઑફ 26/11 દ્વારા રામ ગોપાલ વર્મા પુનઃ કમબૅક કરશે. ફિલ્મની શરુઆતની સાત મિનિટની ક્લિપ રામૂએ પોતાના ટ્વિટર ઍકાઉંટ વડે પોસ્ટ કરી છે. ફિલ્મની આ ક્લિપ જોઈ એમ લાગે છે કે કદાચ આ ફિલ્મ સાથે રામૂની કિસ્મત ફરી એક વાર ચમકી ઉઠશે.

ફિલ્મના ટ્રેલરની શરુઆત નાના પાટેકરથી થાય છે કે જે આ ઍટૅક અંગે સૌને સમ્પૂર્ણ માહિતી આપે છે. નાના પાટેકરે ફિલ્મમાં મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશ્નરની ભૂમિકા ભજવી છે. તેઓ સૌને બતાવે છે કે કઈ રીતે પાકિસ્તાન તરફથી ઍટૅક માટે આતંકવાદીઓને ભારતમાં એન્ટ્રી આપવામાં આવી અને કઈ રીતે ભારતમાં આવી તે લોકોએ ધીમે-ધીમે કરી આ ઍટૅક માટે પ્લાનિંગ કર્યું. આ તમામ પાસાઓ પર રામ ગોપાલ વર્માએ ખૂબ જ ખૂબીપૂર્વક રિસર્ચ કર્યું અને આ ફિલ્મ પ્લાન કરી છે.

રામ ગોપાલ વર્માની છેલ્લી અનેક ફિલ્મો એક પછી એક ફ્લૉપ થતી રહી હતી, પરંતુ આ ફિલ્મની શરુઆત જ જોઈ એવું લાગી રહ્યું છે કે લોકોને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મની શરુઆત, બૅકગ્રાઉંડ મ્યુઝિક તથા તેના પાત્રો ખૂબ જ સશક્ત તેમજ શ્રેષ્ઠતમ રીતે પસંદ કરાયેલાં નજરે પડે છે. તો બસ, ઇન્તેજાર કરો કે ક્યારે રામૂ પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરે છે અને લાંબા સમય બાદ કોઈ શ્રેષ્ઠ ફિલ્મ આપને સિનેમા ઘરો સુધી ખેંચી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X