Pics : અનુષ્કાએ ઉડાવી તેના બોયફ્રેન્ડ વિરાટની મજાક
આમ તો વિરાટ અને અનુષ્કા કરે છે એકબીજાથી ખૂબ જ પ્રેમ. પણ જ્યારે અનુષ્કાને તેના બોયફ્રેન્ડ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની મજાક ઉડાવાનો મોકો મળ્યો તો તેણે મોકા પર ચોકો મારવામાં કોઇ વાર ના લગાવી અને વિરાટની બરાબરની લેંગ પુલિંગ કરી.
આ ધટના ત્યારે બની જ્યારે રણબીર કપૂર અને અનુષ્કા શર્મા તેમની ફિલ્મ બોમ્બે વેલવેટનું પ્રમોશન કરી રહ્યા હતા. ત્યારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં રણબીર અને અનુષ્કાએ મળીને ઉડાવી વિરાટ કહોલીની જોરદાર મજાક.
એટલું જ નહીં અનુષ્કાએ તો વિરાટનું ફની સ્કેચ પણ બનાવીને બતાવ્યું. ત્યારે આ ઇન્ટરવ્યૂની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ આ ફોટો સ્લાઇડર અને જાણો કેવી રીતે અનુષ્કાએ વિરાટની ઠેકડી ઉડાવી.

રણબીરે સમજાવ્યું LBW
આ ટીવી ઇન્ટરવ્યૂમાં રણબીરે સમજાવ્યું કેવી રીતે થાય LWB. વધુમાં તેણે અનુષ્કાની પણ મજાક કરતા કહ્યું "જુઓ, આ છે મેક-અપ વગરના અનુષ્કાના પગ"

અનુષ્કાનું ડ્રોઇંગ
તો બીજી તરફ જ્યારે અનુષ્કાએ સ્કેચ કરી LBW સમજાવાનો પ્રયાસ કર્યો ત્યારે દર્શકોને ખબર પડી કે અનુષ્કાને ડ્રોંઇગ કેટલું ખરાબ છે.

વિરાટનો વારો
પછી રણબીર અને અનુષ્કાએ બનાવ્યું વિરાટનું ડ્રોંઇગ. જ્યાં એક બાજૂ અનુષ્કાએ વિરાટને કંઇક આ રીતે દોર્યો તો બીજી બાજુ રણબીરે વિરાટ સાથે અનુષ્કાને પણ સ્ટેડિયમમાં ઉભેલી દોરી.

બોમ્બે વેલવેટ
પછી બન્નેએ બોમ્બે વેલવેટની તસવીર બનાવી અને તે જોઇને બધાને એ જ લાગ્યું કે સારું છે આ બન્ને એક્ટીંગની લાઇનમાં આવ્યા જો પેન્ટર બન્યા હોત તો શું થાત!












Click it and Unblock the Notifications
