રણબીરની ક્રિસમસ પાર્ટીમાં કૅટ Miss : જુઓ કોણ-કોણ પહોંચ્યું
મુંબઈ, 26 ડિસેમ્બર : રણબીર કપૂરે પોતાના બૉલીવુડ બડીઝ માટે ક્રિસમસ પ્રસંગે એક શાનદાર પાર્ટી યોજી હતી.
રણબીરની આ પાર્ટીમાં બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી કે જેમાં તેવર ફિલ્મના લીડ એક્ટર અર્જુન કપૂરનો સમાવેશ થાય છે. આ આખી પાર્ટીમાં અનેક બૉલીવુડ હસ્તીઓની હાજરી વચ્ચે એક હસ્તીની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી અને તે હસ્તી હતી કૅટરીના કૈફ કે જેમની સાથે હાલ રણબીરનું અફૅર ચાલી રહ્યું છે.
રણબીર-કૅટ હાલમાં કથિત રીતે સાથે-સાથે રહી રહ્યાં છે. ઉપરાંત બંને જગ્ગા જાસૂસ ફિલ્મમાં સાથે કામ પણ કરી રહ્યા છે કે જે આગામી વર્ષે રિલીઝ થનાર છે.
ચાલો જોઇએ રણબીર કપૂરની ક્રિસમસ પાર્ટીની તસવીરો :

આલિયા ભટ્ટ
રણબીર કપૂરના ઘરે યોજાયેલ ક્રિસમસ પાર્ટીમાં આલિયા ભટ્ટ હાજર રહ્યા હતાં.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા પણ ક્રિસમસ પાર્ટીમાં ભાગ લેવા રણબીરના ઘરે પહોંચ્યા હતાં.

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ પાર્ટીમાં ભાગ લેવા પહોંચ્યા હતાં.

અર્જુન કપૂર
અર્જુન કપૂરે રણબીરની ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી હતી. અર્જુને પ્રી-ક્રિસમસ પાર્ટીમાં પણ હાજરી આપી હતી.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ સાથે આ કોણ છે? એક રહસ્યમય યુવતી સાથે અનુરાગ રણબીરના ઘરે પહોંચ્યા હતાં. રણબીર અનુરાગની બૉમ્બે વેલ્વેટમાં કામ કરી રહ્યાં છે.

મોહિત મારવાહ
સોનમ કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવાહે પણ રણબીરની પાર્ટીમાં મહેમાન બની હાજરી નોંધાવી હતી.












Click it and Unblock the Notifications
