Pics : માધુરી સાથે ડાન્સ કરી અભિભૂત થયાં રણબીર
મુંબઈ, 15 મે : બૉલીવુડના જાણીતા એક્ટર તથા લાખો દિલોના ધબકાર રણબીર કપૂરે બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિત સાથે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીના એક ડાન્સ નંબર ઉપર ડાન્સ કર્યો છે. રણબીર આ ડાન્સ પરફૉર્મંસ બાદ માધુરીના વખાણ કરતાં થાકતાં નથી. તેઓ ખૂબ જ ખુશ અને અભિભૂત છે.
રણબીરનું કહેવું છે કે માધુરી દીક્ષિત ગજબના એક્ટ્રેસ છે અને તેમની સાથે સ્ટેજ ઉપર ડાન્સ કરી તેઓ ખૂબ જ ખુશ છે અને ઉત્સાહિત પણ છે. 30 વર્ષીય રણબીર કપૂરે જણાવ્યું - માધુરી મહાન છે અને મને એ બાબતની ખુશી છે કે મને તેમની સાથે ડાન્સ કરવાની તક મળી.
આવો તસવીરોમાં જોઇએ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર-માધુરીના ડાન્સની ઝલક.

માધુરી-રણબીર
રણબીર માધુરી દીક્ષિત સાથે ગીત ઉપર ડાંસ કરવા અંગે થોડાંક નર્વસ થઈ ગયાં હતાં. જોકે રણબીર પોતે એક સારા ડાંસર છે, પરંતુ માધુરી સાથે કદમતાલ મેળવતાં તેઓ થોડાંક ગભરાઈ ગયા હતાં.

માધુરી-રણબીર
રણબીરના પિતા ઋષિ કપૂરનો પણ માધુરી સાથે ડાંસ કરતા એવો જ હાલ થયો હતો. હવે જ્યારે પિતાજીનું બૅન્ડ વાગી ગયું હોય, તો પુત્રની શુ બિસાત?

માધુરી-રણબીર
માધુરી દીક્ષિતને પોતાના પ્રથમ ક્રશ ગણતાં અભિનેતા રણબીર કપૂર પહેલી વાર યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડી ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે દેખાનાર છે.

માધુરી-રણબીર
યે જવાની હૈ દીવાની ફિલ્મમાં માધુરીનું એક ગીત છે. ફિલ્મના અભિનેત્રી દીપિકા પાદુકોણે છે.

માધુરી-રણબીર
દિગ્દર્શક આર્યન મુખર્જી તથા નિર્માતા કરણ જૌહરની આ ફિલ્મ માધુરી દીક્ષિતના બર્થ ડે મંથ એટલે કે 31મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
