એમ કેમ કરું લગ્ન... રણબીરે પ્રપોઝ જ નથી કરી : કૅટરીના
મુંબઈ, 20 ડિસેમ્બર : અંતે બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફે મીડિયા સામે પહેલી વાર મોઢુ ખોલ્યું કે તેમના અને રણબીર અંગે ફાલતૂ વાતો કરી રહ્યાં છે લોકો. લોકો અમારા લગ્ન વિશે વાત કરી રહ્યાં છે, પરંતુ સાચુ તો એ છે કે રણબીર કપૂરે આજ સુધી તેમને લગ્ન માટે પ્રપોઝ જ નથી કરી. જ્યારે પ્રપોઝલ મળ્યુ હોત, ત્યારે જ તો હું તેમની સાથે લગ્ન અંગે વિચારત. જો પ્રપોઝલ જ ન મળે, તો કઈ રીતે વિચારી શકાય?

નોંધનીય છે કે કરીના કપૂરે કૉફી વિથ કરણ શોમાં કરીનાને ભાભી કહી સંબોધ્યા હતાં અને તાજેતરમાં જ તેમણે ફેરવી તોળતા જણાવ્યું કે એ તો તેમણે મજાક કરી હતી. કૅટરીના કૈફ હાલ ધૂમ 3 અંગે ચર્ચામાં છે કે જેઓ પહેલી વાર રૂપેરી પડદે આમિર ખાન સાથે નજરે પડી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
