Watch Balam Pichkari : માત્ર સારા મિત્રો છે રણબીર-દીપિકા

મુંબઈ, 12 એપ્રિલ : દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર પુનઃ એક વાર ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની. ફિલ્મના ગીતો સુપરહિટ થઈ રહ્યાં છે. આંતરિક માહિતી ધરાવનારાઓએ તો એમ પણ કહેવું શરૂ કરી નાંખ્યું છે કે રણબીર-દીપિકા વચ્ચે જૂનો પ્રેમ ફરી અંકુરિત થઈ રહ્યો છે.

ranbir-deepika

જોકે આ અંગે પ્રત્યાઘાત આપતાં દીપિકાએ જણાવ્યું - એવું કંઈ જ નથી. અમારા બંને વચ્ચે હવે જૂના જેવું કંઈ જ નછી. અમે ભૂતકાળ ભુલાવી બહુ આગળ વધી ચુક્યાં છીએ. તેથી હવે અમે માત્ર મિત્રો છે, એનાથી વિશેષ કંઈ જ નહીં અને અમે હવે ક્યારેય જૂના સંબંધોમાં પરત પણ ફરી શકીએ તેમ નથી.

નોંધનીય છે કે ઘણાં વખતથી કહેવાઈ રહ્યું હતું કે સિદ્ધાર્થ માલ્યા સાથે બ્રેક-અપ થયા બાદ એકલા પડેલાં દીપિકા પાદુકોણેની તાજેતરની હરકતો જણાવે છે કે તેઓ રણબીર કપૂરની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કદાચ વાયજેએચડી સાઇન કરવા પાછળનું કારણ પણ આ જ હતું.

આ અંગે મૌન તોડતાં દીપિકા પાદુકોણેએ જણાવ્યું - તેઓ જૂનું બધુંય ભૂલી ચુક્યાં છે અને નવેસરથી મૈત્રીનો સિલસિલો આગળ ધપાવી રહ્યાં છે. ખેર દીપિકાની વાતોમાં કેટલી સચ્ચાઈ છે, તે તો તેઓ જ જાણે. હાલ તો સૌને વાયજેએચડીનો ઇંતેજાર છે કે જે 31મી મેના રોજ રિલીઝ થવાની છે.

હાલ તો જુઓ દિગ્દર્શક આર્યન મુખર્જી અને નિર્માતા કરણ જૌહરની આ ફિલ્મનું બલમ પિચકારી ગીતનું વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X