મમ્મા સાથે એડ શૂટ કરવા આતુર દીકરો રણબીર

મુંબઈ, 11 જૂન : પુનઃ એક વાર બૉલીવુડના લવિંગ બૉય પોતાના ડીયર મૉમ સાથે પડદા ઉપર નજરે પડનાર છે. આપ યોગ્ય વિચારી રહ્યાં છે. અભિનેતા રણબીર કપૂર તથા તેમના માતા નીતૂ સિંહ એટલે કે નીતૂ કપુર ટુંકમાં જ એક ટેલીવિઝન એડમાં દેખાનાર છે. પોતાના પપ્પા સાથે એક એડ ફિલ્મ શૂટ કરી ચુકેલા રણબીરે જોકે એ ખુલાસો તો નથી કર્યો કે તેઓ કઈ પ્રોડક્ટની જાહેરાત કરશે, પણ એટલું નક્કી છે કે આ એડનું શૂટિંગ ટુંકમાં જ થવાનું છે.

neetu-ranbir

જૂનિયર કપૂર આજકાલ પોતાના માતા-પિતા સાથે બેશરમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એમ તો રણબીરમિયા અગાઉ કલર્સ ઍવૉર્ડ ફંક્શનમાં પોતાના માતા નીતૂ કપૂર સાથે લાઇવ પ્રસ્તુતિ આપી ચુક્યાં છે. દરેક ઍવૉર્ડ સમારંભ, દરેક પાર્ટીમાં રણબીર-નીતૂ એક-બીજાના હાથમાં હાથપરોવી નજરે પડે છે, પણ આ વખતે માતા-પુત્રની જોડી એક સાથે એક એડમાં દેખાશે.

જોકે રણબીર કપૂર પોતાની જાતને લકી ગણે છે કે તેમને તેમના માતા નીતૂ કપૂર તથા પપ્પા ઋષિ કપૂર સાથે કામ કરવાની તક મળી રહી છે. રણબીરે જણાવ્યું - તેથી હું પોતાના એડ અને આવનાર ફિલ્મ અંગે ખૂબ ખુશ અને આતુર છું, કારણ કે એવું પહેલી વાર હશે કે જ્યારે હું પોતાના મમ્મી-પપ્પા સાથે સ્ક્રીન શૅર કરીશ.

રણબીર કપૂરની તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મ હિટ રહી છે કે જેમાં તેમના હીરોઇન દીપિકા પાદુકોણે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X