Pics : રણબીર-કૅટનું આવતા 28મી સપ્ટેમ્બરે સગપણ!
મુંબઈ, 30 ઑગસ્ટ : સાંભળતા વિચિત્ર લાગશે, પણ મળતી માહિતી મુજબ બૉલીવુડના બેશરમ બૉય રણબીર કપૂર બહુ જલ્દી કૅટરીના કૈફ સાથે સગપણ કરવા જઈ રહ્યાં છે. રણબીર આજકાલ પોતાના નિકટનાઓ પાસેથી કૅટ અંગે તેમના વિચારો જાણવા ઉત્સુક અને આતુર છે, કારણ કે તેમને લાગે છે કે તેમના મિત્રો અને નજીકનાઓ પણ તેમના માટે કૅટને પસંદ કરી આપે, તો બહુ જલ્દી પોતાના પ્રેમની વીંટી તેઓ કૅટના આંગળીએ પહેરાવી દેશે. કહેવાય તો એમ પણ છે કે રણબીર પોતાના જન્મ દિવસ એટલે કે 28મી સપ્ટેમ્બરે જ ફાઇનલી કૅટને પ્રપોઝ કરી નાંખશે.
એક અંગ્રેજી અખબારની ખબર મુજબ રણબીર-કૅટના સગપણના કાર્ડ સુદ્ધા છપાઈ ગયાં છે. જોકે હજી સુધી આ સમાચારને સત્તાવાર સમર્થન મળ્યું નથી, પણ એટલું નક્કી છે કે રણબીર-કૅટના લગ્ન અને સગપણની વાત બૉલીવુડમાં હૉટ ટૉપિક બની ગયાં છે.
નોંધનીય છે કે રણબીર કપૂર અને કૅટરીના કૈફ વચ્ચે અફૅર તે વખતે ચગ્યું કે જ્યારે બંનેના અંગત પળોની તસવીરો મીડિયામાં લીક થઈ ગઈ. આ તસવીરોમાં બંને સ્પેનના બીચ ઉપર અર્ધનગ્ન હાલતમાં દેખાયાં. તસવીરો વાયરલ થતાં કૅટરીના કૈફ દુઃખી અને રાજા થયાં અને તેમણે મીડિયાને ખુલ્લો પત્ર સુદ્ધ લખી નાંખ્યો. બીજી બાજુ રણબીર કપૂર તથા તેમના માતા-પિતા નીતૂ સિંહ તેમજ ઋષિ કપૂર પણ આ બાબતથી નારાજ થયા હતાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રણબીર-કૅટનું સગપણ
જે સમાચાર આવે છે, તે મુજબ બૉલીવુડના બેશરમ બૉય રણબીર ટુંકમાં જ કૅટ સાથે સગપણ કરશે. શક્ય છે કે તેઓ પોતાના જન્મ દિવસ 28મી સપ્ટેમ્બરે કૅટને પ્રપોઝ કરે.

કંઇક કહે છે આ તસવીરો
અજબ પ્રેમ કી ગઝબ કહાની બાદથી જ રણબીર-કૅટના રોમાંસની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પણ બંને અત્યાર સુધી મૌન જ રહ્યાં છે. જોકે રોમાંસ અંગે રણબીર-કૅટના મૌન વચ્ચે સ્પેન ખાતે તેમણે પસાર કરેલી આ અંગત ક્ષણો ઘણું બધું કહી જાય છે. તસવીરો પણ મૌન રહી બધું બોલી જ રહી છે.

રીયલ લાઇફમાં પણ નજીક
રણબીર-કૅટ બહુ સાર મિત્રો છે. બંનેએ સાથે ફિલ્મો કરી છે, તો રીયલ લાઇફમાં પણ બંને એક-બીજાની ખૂબ નજીક છે.

નીતૂ-ઋષિ પણ રાજી
થોડાંક દિવસ અગાઉ જ જાણવા મળ્યુ હતું કે કૅટરીના કૈફ અને નીતૂ સિંહને લંડન ખાતેના એક રેસ્ટોરંટમાં સાથે ડિનર કરતાં જોવામાં આવ્યાં. આ પ્રસંગે રણબીર કપૂર પણ હાજર હતાં અને નીતૂ કૅટરીના સાથે ખૂબ ખુશ દેખાતા હતાં.

સમાચારને સમર્થન બાકી
એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા મુજબ રણબીર-કૅટનું સગપણ 28મી સપ્ટેમ્બરે થવાનું છે, પરંતુ હજી આ સમાચારને સત્તાવાર સમર્થન મળવાનું બાકી છે.












Click it and Unblock the Notifications
