Caught : કરણ જૌહરની પાર્ટીમાં સાથે પહોંચ્યા Love Birds રણબીર-કૅટ

મુંબઈ, 1 સપ્ટેમ્બર : બૉલીવુડના મોસ્ટ ફૅમસ લવ-બર્ડ્સ રણબીર કપૂર અને કૅટરીના કૈફ ફરી એક વાર સાથે ઝડપાયા છે. આ કપલ એક જ કારમાં એક સાથે કરણ જૌહરના ઘરે પહોંચ્યુ હતું. સૌ જાણે છે કે રણબીર-કૅટ એક-બીજાના પ્રેમમાં છે. જોકે બંને જાહેરમાં સ્વીકાર નથી કરતાં, પણ સાથે પાર્ટી માણતા વારંવાર દેખાય છે.

કરણ જૌહરે ગત શુક્રવારે એક પાર્ટી યોજી હતી કે જેમાં અનુષ્કા શર્મા, સોનાક્ષી સિન્હા, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક બૉલીવુડ સ્ટાર્સ પહોંચ્યા હતાં. રણબીર-કૅટ આ પાર્ટીમાં એક જ કારમાં એક સાથે પહોંચ્યા. તેમાં પણ રણબીર કપૂર ખૂબ જ ખુશખુશાલ જણાતા હતાં, તો કૅટરીના કૈફનો ચહેરો પણ ખીલેલો હતો.

રણબીર કપૂર આ પ્રસંગે કૅમેરામૅનોને આંખ મારતા દેખાયાં અને આ કૅન્ડિડ મોમેંટ સૌએ કૅપ્ચર્ડ કરી લીધી. કહે છે કે રણબીરે કૅટરીનાને તમાશાના સેટ પર નહીં આવવાની સૂચના આપી છે, કારણ કે કૅટ આવતા તમાશાની સહ-અભિનેત્રી દીપિકા પાદુકોણે અસહજ અનુભવે છે. જોકે આ વાત કન્ફર્મ નથી, પણ રણબીર કપૂર પોતાનુ શૂટિંગ શિડ્યુઅલ પૂર્ણ કરી બે દિવસ પહેલા જ મુંબઈ પહોંચ્યા છે અને કૅટરીના કૈફ સાથે પાર્ટી એન્જૉય કરવા કરણના ઘરે પહોંચી ગયા હતાં.

કરણ જૌહરની આ પાર્ટીમાં કરણના ખાસ મિત્ર શાહરુખ ખાનની ગેરહાજરી હતી, પણ તેમના પત્ની ગૌરી ખાન જરૂર હાજર રહ્યા હતાં. ગૌરી અને કરણ વચ્ચે પણ સારી મૈત્રી છે.

ચાલો આપને બતાવીએ કરણના ઘરે યોજાયેલ પાર્ટીમાં લવ-બર્ડ્સ રણબીર-કૅટની તસવીરો :

લવ-બર્ડ્સ

લવ-બર્ડ્સ

કરણ જૌહરની પાર્ટી માટે પહોંચતા રણબીર કપૂર અને કૅટરીના કૈફ.

એક જ કારમાં

એક જ કારમાં

રણબીર-કૅટ એક જ કારમાં કરણ જૌહરના ઘરે પહોંચ્યા હતાં. તમાશાનુ શૂટિંગ શિડ્યુઅલ પતાવી બંને બે દિવસ પહેલા જ મુંબઈ પરત ફર્યા છે.

લગ્ન કરશે

લગ્ન કરશે

કહે છે કે રણબીર-કૅટ આવતા વર્ષે લગ્ન કરી લે તેવી શક્યતા છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

બૉમ્બે વેલ્વેટ ફિલ્મમાં રણબીરના કો-સ્ટાર અનુષ્કા શર્મા પણ કરણના ઘરે પહોંચ્યા હતાં.

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

આશિકી 2 ફૅમ આદિત્ય રૉય કપૂર હાલમાં દાવત એ ઇશ્કની રિલીઝનો ઇંતેજાર કરી રહ્યા છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાએ પણ કરણ જૌહરની પાર્ટીમાં હાજરી આપી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

કરણ સિદ્ધાર્થ મલ્હોત્રાના મેંટર છે. એટલે સિદ્ધાર્થ કઈ રીતે આ પાર્ટી મિસ કરી શકે?

વરુણ ધવન

વરુણ ધવન

એબીસીડી 2માં વ્યસ્ત વરુણ ધવને પણ કરણની પાર્ટી માટે સમય કાઢી લીધો હતો.

ગૌરી ખાન

ગૌરી ખાન

કરણના ખાસ મિત્ર શાહરુખ ભલે ગેર હાજર રહ્યા હોય, પણ તેમના પત્ની ગૌરીએ જરૂર હાજરી આપી શાહરુખની ખોટ સાલવા નહોતી દીધી.

આ પણ વાંચો

આ પણ વાંચો

OMG : સૌથી મોંઘુ છે જ્હૉનનું Butt, તો સ્મિતના કૉપીરાઇટ્સ મેળવવા માંગે છે પ્રિયંકા...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X