વર્લ્ડ કિસિંગ ડે : દીપિકાને કિસ કરતાં રણબીર!

મુંબઈ, 9 જુલાઈ : બૉલીવુડની હિટ જોડી રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે અંગે ન્યુઝ બનતા વાર નથી લાગતી. ખાસ તો ત્યારે કે જ્યારે આ બંને વચ્ચે વાત રિલેશનશિપની હોય. મુંબઈના એક સમાચાર પત્રનો દાવો છે કે રણબીર કપૂરે ગત 6ઠી જુલાઈના રોજ એક પાર્ટી દરમિયાન દીપિકાને જોરદાર કિસ કરી હતી.

deepika-ranbir

ખાસ બાબત એ છે કે તે દિવસે વિશ્વ ચુમ્બન દિવસ એટલે કે વર્લ્ડ કિસિંગ ડે પણ હતો. ખેર રણબીર-દીપિકાના મૅનેજર્સે આ સમાચાર વિરુદ્ધ અખબારને ખંડન મોકલી આપ્યું છે, પરંતુ તે પહેલાં તો મીડિયામાં આ સમાચાર ફેલાઈ ગયાં. જ્યારથી યે જવાની હૈ દીવાની ફિલ્મ હિટ થઈ છે, ત્યારથી રણબીર-દીપિકાની રીયલ લાઇફની ચર્ચા ચૌરેને ચોટે થઈ રહી છે. દરમિયાન જાણવા મળ્યું કે રણબીરે મુંબઈમાં નિર્મિતા રૌની સ્ક્રૂવાલાની એક પાર્ટીમાં રણબીર-દીપિકા ગેસ્ટ તરીકે પહોંચ્યાં.

અખબારના જણાવ્યા મુજબ રણબીરે પાર્ટી દરમિયાન સૌની સામે દીપિકાને કિસ કરી. ખાસ વાત એ છે કે આ સમાચાર પછી તરત જ વાત ફેલાઈ ગઈ કે આ બનાવથી કૅટરીના કૈફ રણબીર કપૂર સામે બહુ નારાજ થઈ ગયાં છે. હકીકતમાં કૅટરીના અને રણબીરની મૈત્રી દિવસે ને દિવસે વધતી જાય છે. બંને વચ્ચે ટેંશન એટલા માટે પણ વધી ગયું, કારણ કે દીપિકા પાદુકોણએ આઇફાના મંચ ઉપરથી એમ જણાવી દીધું કે તેઓ રણબીર કપૂરને પ્રેમ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X