For Quick Alerts
For Daily Alerts
Leaked : આ Fake નથી, જગ્ગા જાસૂસમાં આ છે રણબીરનો First Look
મુંબઈ, 2 જાન્યુઆરી : જગ્ગા જાસૂસના ફૅન્સ એમ તો સૌને મૂરખ બનાવી ચુક્યા છે. તાજેતરમાં જ ફૅન્સે રણબીર કપૂર તથા કૅટરીના કૈફની એક તસવીરને એ રીતે ઇંટરનેટ પર લીક કરી હતી કે સૌને એમ લાગ્યું કે રણબીર-કૅટની આવનાર ફિલ્મ જગ્ગા જાસૂસનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો.
પરંતુ પાછળથી ખબર પડી કે આ બધુ ફૅન્સનું ઉતાવળિયુ પગલુ હતું. જોકે હવે જગ્ગા જાસૂસ ફિલ્મના સેટ પરથી રણબીરનો લુક લીક થયો છે.
રણબીર કપૂર પોતાના આ લુકમાં એકદમ વાંચનપ્રેમી અને ચશ્મિશ નજરે પડે છે. તેમના ખભે એક પિટ્ઠૂ બૅગ પણ છે.
નોંધનીય છે કે દીપિકા પાદુકોણેનો લુક પણ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં કંઇક આવો જ હતો. જગ્ગા જાસૂસમાં રણબીર કપૂર એક નવયુવાન જાસૂસના રોલમાં છે કે જે કૅટરીના કૈફ સાથે ગીતો દ્વારા વાત કરે છે. એવી જ રીતે કે જે જેમ દીપિકા પાદુકોણેએ શાહરુખ ખાન સાથે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં કરી હતી. બીજી બાજુ રણબીર કપૂર દીપિકા સાથેની આગામી ફિલ્મ તમાશામાં એક યંગ વાંચનપ્રેમીના રોલમાં છે.