દીપિકાની નજીક આવવા માંગે છે રણબીર

Ranbir-Deepika
મુંબઈ, 15 સપ્ટેમ્બર : એક સમય હતો જ્યારે દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર એક-બીજાની બહુ નજીક હતાં. અને આજે આ બંને એક મિનિટ પણ સાથે પસાર કરી લે, તો ન્યુઝ બની જાય છે.

હવે જાણવા મળ્યું છે કે આજકાલ રણબીર પોતાની એક્સ ગર્લફ્રેંડની પ્રશંસા કરવાનો અને તેમની નજીક જવાનો એક પણ મોકો નથી છોડતાં.

તાજેતરમાં જ પોતાની ફિલ્મ યે જવાની હૈ દીવાનીના શુટિંગ દરમિયાન રણબીર અને દીપિકા ફરી એક વાર એક-બીજાની નજીક આવતા દેખાયાં. સાથે જ રણબીર ઘણી વાર દીપિકાની પ્રશંસા કરતાં પણ દેખાયાં.

રણબીરે દીપિકાના વખાણ કરતા જણાવ્યું, ‘એક અભિનેત્રી તરીકે દીપિકામાં જે પરિવર્તનો આવ્યાં છે, તે જોઈને હું સાચ્ચે જ દંગ છું. તેમની સાથે કામ કરવા ઉપરાંત અમે રિલેશનશિપમાં પણ રહી ચુક્યાં છે અને હ્યુમન બીંગ તરીકે તેમનામાં જે બદલાવ આવ્યા છે, તે અમેઝિંગ છે. જ્યારે અમે મળીએ છીએ, તો હું તેમના ચહેરા ઉપર એક આત્મવિશ્વાસ જોઉ છું. સાથે જ હવે તેઓ ઇંન્ડિયન સિનેમાને સમજવા પણ લાગ્યાં છે.'

રણબીર એટલેથી જ ન રોકાયો. તેણે આગળ જણાવ્યું, ‘એક માણસ તરીકે દીપિકા ઘણાં બદલાઈ ગયાં છે. મેં હંમેશા જણાવ્યું છે કે તે બહુ સુંદર વ્યક્તિ છે. બાહ્ય સૌંદર્ય ઉપરાંત તે આંતરિક રીતે પણ બહુ સુંદર છે. તેમનું દિલ પણ બહુ સારું છે. કૉકટેલમાં દીપિકાની એક્ટિંગ જોઈ હું સાચ્ચે જ દંગ છું.'

રણબીરની ફિલ્મ બર્ફી પણ 14મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે અને હવે તેને બહુ સારો રિસ્પૉન્સ પણ મળી રહ્યો છે. સાથે જ રણબીર હવે ‘બચના એ હસીનો' બાદ દીપિકા સાથે બીજી ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું શુટિંગ કરી રહ્યાં છે. તેવામાં દીપિકા સાથે તેમની ટ્યુનિંગ એક વાર ફરી બેસવા લાગી છે. ખાસ વાત એ છે કે રણબીર હવે એકલા રહીને પણ ઘણાં હેરાન થઈ ચુક્યાં છે. તો ક્યાંક રણબીર ફરીથી પોતાના એકાકીપણના ઉકેલ તરીકે દીપિકાને તો નથી જોતાં?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X