Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Box Office: રણબીર કપૂર સંજુ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી

રણબીર કપૂરની ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર 1 અઠવાડિયું પૂરું કરી ચુકી છે. આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે.

રણબીર કપૂરની ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર 1 અઠવાડિયું પૂરું કરી ચુકી છે. આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. રાજકુમાર હિરાનીની ફિલ્મને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે, જેની અસર બોક્સઓફ્સ પર પણ દેખાઈ રહી છે. ફિલ્મે ફક્ત 7 દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે આ રેકોર્ડતોડ સફળતા છે.

ગુરુવારે આ ફિલ્મે લગભગ 16 કરોડ જેટલી કમાણી કરી છે. ત્યારપછી આ ફિલ્મનું કુલ કલેક્શન 202 કરોડ રૂપિયા થઇ ચૂક્યું છે. આપણે જણાવી દઈએ કે 200 કરોડ ક્લબમાં રણબીર કપૂરની આ પહેલી ફિલ્મ છે. તેની સાથે સાથે આ ચોથી નોન ખાન ફિલ્મ છે જેને 200 કરોડનો આંકડો પાર કર્યો છે. રાજકુમાર હિરાનીની આ ફિલ્મ ઘ્વારા રણબીર કપૂરના કરિયરને એક નવી ઉંચાઈ મળશે.

100 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મે 200 કરોડ કરતા પણ વધારે કમાણી કરી છે. આ ફિલ્મ વર્ષ 2018 દરમિયાન સૌથી વધુ નફો કરનારી ફિલ્મમાં શામિલ થઇ ચુકી છે. ટ્રેડ પંડિતો અનુસાર સંજુ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 300 કરોડ પાર થઇ શકે છે.

જાણો પહેલા અઠવાડિયામાં સંજુ ફિલ્મે કયા કયા રેકોર્ડ તોડ્યા છે....

પહેલી 200 કરોડની ફિલ્મ

પહેલી 200 કરોડની ફિલ્મ

સંજુ રણબીર કપૂરની પહેલી 200 કરોડની ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મે 7 દિવસમાં 202 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પહેલા અઠવાડિયામાં સૌથી વધારે કમાણી

પહેલા અઠવાડિયામાં સૌથી વધારે કમાણી

રણબીર કપૂરની સંજુ પહેલા અઠવાડિયામાં સૌથી વધારે કમાણી કરનાર બીજી ટોપ ફિલ્મ બની ચુકી છે. સલમાન ખાનની ટાઈગર ઝિંદા હૈ ફિલ્મે 7 દિવસમાં 206 કરોડ રૂપિયા કમાયા હતા.

વર્ષ 2018 ની સૌથી મોટી ઓપનર

વર્ષ 2018 ની સૌથી મોટી ઓપનર

34.75 કરોડ રૂપિયાની ઓપનિંગ સાથે સંજુ ફિલ્મે રેસ 3 અને પદ્માવત જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

ઓપનિંગ વિકએન્ડ

ઓપનિંગ વિકએન્ડ

સંજુ ઓપનિંગ વિકએન્ડ મામલે પણ રેસ 3 કરતા ઘણી આગળ છે. રેસ 3 ફિલ્મે ત્રણ દિવસમાં 106 કરોડ રૂપિયા કમાણી કરી હતી, જયારે સંજુ 120 કરોડનો આંકડો પાર કરો ગયી.

રજાનો ફાયદો

રજાનો ફાયદો

રેસ 3 ફિલ્મ ઈદ સમયે રિલીઝ થયી હતી, એટલા માટે તેનો રજાનો ફાયદો મળ્યો. જયારે સંજુ નોન હોલીડે સમયમાં રિલીઝ થવા છતાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

રાજકુમાર હિરાનીની સૌથી મોટી ઓપનર

રાજકુમાર હિરાનીની સૌથી મોટી ઓપનર

ફક્ત રણબીર કપૂર જ નહીં પરંતુ સંજુ રાજકુમાર હિરાનીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મે પીકે ફિલ્મને પાછળ રાખી દીધી છે.

સૌથી મોટી બાયોપિક ઓપનર

સૌથી મોટી બાયોપિક ઓપનર

આમિર ખાનની દંગલને પછાડીને સંજુ સૌથી મોટી બાયોપિક ઓપનર ફિલ્મ બની ચુકી છે. દંગલ ફિલ્મે 29 કરોડની ઓપનિંગ કરી હતી.

ઑસ્ટ્રેલિયામાં તોડ્યા રેકોર્ડ

ઑસ્ટ્રેલિયામાં તોડ્યા રેકોર્ડ

સંજુ પહેલા વિકેન્ડમાં ઑસ્ટ્રેલિયામાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મે ઑસ્ટ્રેલિયામાં સુલતાન, દંગલ અને બાહુબલી 2 જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X