રણબીર-કૅટને રામ-સીતા તરીકે જોવા માંગતાં અરશદ વારસી

મુંબઈ, 20 એપ્રિલ : અભિનેતા અરશદ વારસીને લાગે છે કે રામાયણ મહાકાવ્ય ઉપર બનનાર ફિલ્મમાં રામ-સીતાના પાત્ર માટે રણબીર કપૂર અને કૅટરના કૈફ સૌથી શ્રેષ્ઠ પાત્રો હોઈ શકે છે.

arshadwarsihiswifemaria

થ્રીડી એનિમેશન ફિલ્મ ધ ક્રૂડ્સની સ્ક્રીનિંગ પ્રસંગે 45 વર્ષીય અરશદ વારસીએ આ મુજબ જણાવ્યું. તેમની સાથે તેમના પત્ની મારિયા પણ ઉપસ્થિત હતાં. અરશદે જણાવ્યું - હું સારી રીતે અનુભવું છું કે રામના પાત્ર માટે રણબીર કપૂર કરતાં બહેતર કોઈ બીજું ન હોઈ શકે. તેઓ શાનદાર છે અને હું વિચારું છું કે તેઓ ભગવાન રામનું પાત્ર બહેતર રીતે કરી શકશે. સીતાના પાત્ર માટે હું કૅટરીના કૈફને બેસ્ટ ગણુ છં. દીપિકા પાદુકોણે પણ જોકે ખૂબ પ્રભાવશાળી છે.

અરશદ વારસી અનુભવે છે કે ભારતમાં સમૃદ્ધ પૌરાણિક કથાઓ છે. આપણી પાસે પ્રચૂરતામાં પૌરાણિક કથાઓ છે અને જો યોગ્ય રીતે બનાવાય, તો એક સારી પૌરાણિક ફિલ્મ બનાવી શકાય છે. કૉમ્પ્યૂટર ગ્રાફિક્સના યોગ્ય ઉપયોગ વડે રામાયણને એક આનંદદાયક પૌરાણિક ફિલ્મમાં બદલી શકાય છે.

તાજેતરમાં જૉલી એલએલબી સફળ ફિલ્મ આપનાર બૉલીવુડ અભિનેતા અરશદ વારસી કહે છે - જો આપ રામાયણને કૉમ્પ્યુટર ગ્રાફિક્સ સાથે બનાવો, તો પરિણામો સારા જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X