રણધીરને છાતીમાં દુઃખાવો, હૉસ્પિટલમાં દાખલ

મુંબઈ, 17 ડિસેમ્બર : કપૂર પરિવાર તરફથી જાણવા મળે છે કે વીતેલા જમાનાના અભિનેતા રણધીર કપૂરને રવિવાર રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતાં મુંબઈની બ્રિચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રણધીર કપૂરને પ્રથમ તે આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતાં, પરંતુ થોડાંક જ કલાકો બાદ તેમને ત્યાંથી પ્રાઇવેટ વૉર્ડમાં ખસેડવામાં આવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે કરીના કપૂરના પિતા રણધીર કપૂરને રવિવારે રાત્રે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને ગુંગળામણ સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ. તેથી તેમને મુંબઈની બ્રિચ કૅન્ડી હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં કે જ્યાં તબીબોએ તેમને તરત આઈસીયૂમાં દાખલ કરી નાંખ્યાં. થોડી વાર સુધી રણધીરને તબીબોના ઑબ્ઝર્વેશન હેઠલ રખાયાં, પરંતુ પછી રાહત થતાં તેમને પ્રાઇવેટ વૉર્ડમાં શિફ્ટ કરી દેવાયાં. રણધીર કપૂર હજુય હૉસ્પિટલમાં જ છે અને તેમની ઉપર કેટલાંક ટેસ્ટ કરાઈ રહ્યાં છે. જોકે પુત્રી કરીનાએ જણાવ્યું કે તેમના પપ્પા અગાઉ કરતાં સાજા છે. ચિંતાની કોઈ વાત નથી.

આપને જણાવી દઇએ કે હજુ બે માસ અગાઉ જ કરીનાના લગ્ન વખતે ખૂબ ખુશ નજરે પડતાં રણધીર અચાનક બીમાર પડતાં લોકો ચિંતામાંપડી ગયાં. રણધીરના બંને પુત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના તેમની સાથે જ છે.

બીજી બાજુ કેટલાંક મીડિયાવાળાઓએ રણધીની જગ્યાએ રણબીર કપૂરને આઈસીયૂમાં દાખલ સમાચાર પ્રકાશિત કરી દેતાં રણબીરના હાલ જાણવા માંગતા લોકોનો તાંતો લાગી ગયો. તેથી રણબીરના મમ્મી નીતૂ કપૂરે જણાવ્યું કે તેમના પુત્રને કંઇ જ નથી થયું. તે પૂર્ણત્વે ફિટ એન્ડ ફાઇન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X