રાની મુખર્જીએ 7 કરોડમાં ખરીદ્યુ નવુ ઘર, જુઓ Inside Photos, ટાઈગર શ્રોફ-દિશા પટાની બનશે પડોશી

રાની મુખર્જી પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે વિદેશ રવાના થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે મુંબઈમાં એક નવુ અપાર્ટમેન્ટ પણ ખરીદ્યુ છે.

મુંબઈઃ બૉલિવુડની પ્રિય અભિનેત્રી રાની મુખર્જી પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે વિદેશ રવાના થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે મુંબઈમાં એક નવુ અપાર્ટમેન્ટ પણ ખરીદ્યુ છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 4 પ્લસ 3 બીએચકેવાળા આ આલીશાન ફ્લેટની કિંમત 7.32 કરોડ જણાવવામાં આવી રહી છે અને તે મુંબઈના ખાર વિસ્તારમાં છે. તમને જણાવી દઈએ કે રાની મુખર્જીએ જે સોસાયટીમાં ઘર લીધુ છે ત્યાં પહેલેથી જ ટાઈગર શ્રોફ, દિશા પટાની અને ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવી સેલિબ્રિટીઝ પણ રહે છે. આ સી-વ્યુ અપાર્ટમેન્ટને ઘણુ સુંદર માનવામાં આવે છે.

આલીશાન અને સુવિધાયુક્ત

આલીશાન અને સુવિધાયુક્ત

રાની મુખર્જીનો આ ફ્લેટ 22 ફ્લોરનો છે અને અહીંથી અરબ મહાસાગરનો સુંદર નઝારો જોઈ શકાય છે. હાલમાં રાની મુખર્જી અને આદિત્ય ચોપડા અહીં ક્યારે શિફ્ટ થશે તે માહિતી નથી. હાલમાં તેમના ફ્લેટના અમુક ઈનસાઈડ ફોટા અમારી પાસે આવ્યા છે. આ ફોટાને જોઈને તમે સમજી શકો છો કે રાનીનો આ ફ્લેટ કેટલો આલીશાન અને સુવિધાયુક્ત છે.

નવુ ઘર

નવુ ઘર

રાની મુખર્જીએ આ વર્ષે માર્તમાં આ ફ્લેટ ફાઈનલ કર્યો હતો અને પછી તેની આ સંપત્તિની રજિસ્ટ્રી 15 જુલાઈએ કરવામાં આવી. આ સોસાયટી મુંબઈના રૂસ્તમજી ગ્રુપની છે.

દરેક પ્રકારની સુવિધાયુક્ત

દરેક પ્રકારની સુવિધાયુક્ત

અહીં આઉટડોર ફિટનેસ સ્ટેશન, આર્ટિફિશિયલ રૉક ક્લાઈંબિંગ એરિયા, સ્વિમિંગ પુલ, ગેમિંગ એરિયા, બાળકોને રમવા માટેનો એરિયા, મોટો લાઉન્જ અને મિની થિયેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

દિશા પટાનીએ પણ ખરીદ્યુ ઘર

દિશા પટાનીએ પણ ખરીદ્યુ ઘર

આ કૉમ્પ્લેક્સમાં ટાઈગર શ્રોફની પાર્ટનર દિશા પટાનીએ પણ 5.95 કરોડ રૂપિયાનુ ઘર ખરીદ્યુ છે. તેમણે ઘરની રજિસ્ટ્રી કરાવી લીધી છે. તેમનુ ઘર 16માં ફ્લોર પર છે.

પંડ્યા બ્રધર્સે પણ ખરીદ્યુ ઘર

પંડ્યા બ્રધર્સે પણ ખરીદ્યુ ઘર

એટલુ જ નહિ, પંડ્યા બ્રધર્સ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ પણ આ બિલ્ડિંગમાં અપાર્ટમેન્ટ ખરીદ્યુ છે.

રાની મુખર્જી

રાની મુખર્જી

ફિલ્મોની વાત કરીએ તો તોરાની મુખર્જી જલ્દી 'મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે'માં જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. આ ઉપરાંત રાની ફિલ્મ 'બંટી ઓર બબલી 2'માં સૈફ અલી ખાન સાથે દેખાશે.

દમદાર અભિનેત્રી

દમદાર અભિનેત્રી

રાની મુખર્જી હાલમાં ઓછી ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેની ફિલ્મો જ્યારે આવે છે તો તે દમદાર સાબિત થાય છે. હિચકી અને મર્દાની 2 જેવી ફિલ્મોને દર્શકોએ ઘણી પસંદ કરી હતી.

રાની મુખર્જી

રાની મુખર્જી

રાની મુખર્જીએ નિર્માતા-નિર્દેશક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરી છે આદિરા. લગ્ન બાદ રાનીએ ફિલ્મો કરવાનુ ઓછુ કરી દીધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X