રાણીનો સૌથી સેક્સી અને હૉટ અવતાર છે ‘ઐય્યા’
મુંબઈ, 8 ઑક્ટોબર : એવું લાગે છે કે રાણી મુખર્જીને વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચર ફિલ્મનો પેલો ડાયલૉગ બહુ ગમી ગયો છે કે ફિલ્મેં સિર્ફ તીન ચીજોં કે કારણ ચલતી હૈં એંટરટેનમેંટ, એંટરટેનમેંટ ઔર એંટરટનમેંટ... અને તેથી જ રાણી મુખર્જીએ પણ હવે લોકોનો એંટરટેનમેંટ કરવાનો નિર્ણય કરી નાંખ્યો છે. એટલે જ તેણે સેક્સી અવતાર ધરી લીધો છે.

ફિલ્મ ઐય્યાના ગીતોમાં તેના દેખાતાં લટકાં-ઝટકાં આ વાતને પૂર્ણત્વે પ્રમાણિત કરે છે. રાણીએ વિદ્યા બાલનની જેમ પોતાની જાતને સેક્સી અને હૉટ દેખાવડામાં કોઈ કચાશ રાખી નથી.
ફિલ્મ ઐય્યાનું શુટિંગ રામોજી ફિલ્મ સિટીમાં થઈ છે. ફિલ્મ સિટીના મનમોહક નજારાએ રાણીના રૂપને પણ નિખાર્યું છે. ફિલ્મમાં રાણીના હીરો દક્ષિણ ભારતીય અભિનેતા પૃથ્વીરાજ છે. ફિલ્મ 12મી ઑકટોબરે રિલીઝ થવાની છે.
ફિલ્મના પ્રમોશન માટે માત્ર રાણી જ ટેલીવિઝનના રિયાલિટી શોમાં દેખાઈ રહી છે. રાણીને પૂર્ણ વિશ્વાસ છે કે આ ફિલ્મ લોકો એવા જ પ્રેમથી જોશે જેમ તેની અગાઉની ફિલ્મો જોઈ હતી.












Click it and Unblock the Notifications
