બૉમ્બે ટૉકીઝ : ફરી એક વાર પત્રકારનો રોલ કરશે રાણી

મુંબઈ, 26 માર્ચ : રાણી મુખર્જી રૂપેરી પડદે પુનઃ પત્રકારના રોલમાં નજરે પડશે. કરણ જૌહરની ફિલ્મ બૉમ્બે ટૉકીઝમાં રાણી મુખર્જી પત્રકારના રોલમાં નજરે પડશે.

રાણી મુખર્જીએ આ અગાઉ નો વન કિલ્ડ જેસિકા ફિલ્મમાં પત્રકાર તરીકેની સશક્ત ભૂમિકા ભજવી હતી. હવે રાણી મુખર્જી કરણ જૌહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ તથા દિબાકર બૅનર્જીની વાર્તાઓના સંગ્રહ બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં પત્રકાર તરીકે આવી રહ્યાં છે. ફિલ્મમાં રણદીપ હુડા પણ છે કે જે રાણીના પતિના રોલમાં છે.

rani

રાણી મુખર્જીએ છેલ્લે કભી અલવિદા ના કહના ફિલ્મમાં કરણ સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં રાણી મુખર્જીએ એક જાતિય શોષણની શિકાર પત્નીની ભૂમિકા ભજવી હતી.

કરણ જૌહરના નજીકના સૂત્રે જણાવ્યું - કરણ ખૂબ ખુશ છે. માત્ર રાણી જ નહીં, પણ તેમના પતિની ભૂમિકા ભજવતાં રણદીપે પણ ફિલ્મમાં સારૂ કામ કર્યું છે. બૉમ્બે ટૉકીઝ ભારતીય સિનેમાના 100 વર્ષની ઉજવણી સ્વરૂપે બનાવાઈ છે. આ ફિલ્મ આગામી 13મી મેના રોજ રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X