Pictures : આમિર ઘેલા છે ખંડાલા ગર્લ રાણી મુખર્જી
મુંબઈ, 26 નવેમ્બર : બૉલીવુડના ત્રણે ખાનો એટલે કે શાહરુખ, આમિર અને સલમાનના પ્રિય રાણી મુખર્જી આમિરના દીવાના છે. એવું અમે નથી કહેતાં, પણ રાણીએ પોતે કબૂલ કર્યુ છે. રાણીએ જણાવ્યું કે તેઓ જ્યારે બૉલીવુડમાં આવ્યા હતાં અને તેમણે આમિર ખાન સાથે ગુલામ ફિલ્મ સાઇન કરી હતી, ત્યારથી જ તેઓ આમિરના ખૂબ મોટા ફૅન છે. તે વખતે તેઓ આમિર સાથે રોમાન્ટિક સીન્સ કરતાં બીતા હતાં અને ક્યારેય તેમની સાથે નજરો નહોતા મેળવતાં, પરંતુ હવે તેઓ વગર ખચકાટ આમિર સાથે નજરો મેળવી શકે છે.
રાણી મુખર્જીએ જણાવ્યું - આમિરની આંખોમાં જોતાં મને ભય લાગતો હતો કે ક્યાંક મને તેમની સાથે પ્રેમ ન થઈ જાય. મેં જ્યારે તેમની સાથે પ્રથમ ફિલ્મ કરી હતી, ત્યારે હું તેમની આંખોમાં નહોતી જોતી. તેમના જૂતા જોતી હતી. હું ઘણી નર્વસ રહેતી, પરંતુ હવે હું તેમની આંખોમાં વગર ખચકાટે જોઉ છું અને ત્યાં સુધી જોઉ છું કે જ્યાં સુધી તેઓ મને ના ન પાડી દે.
હાલ રાણી મુખર્જી તલાશ ફિલ્મમાં ફરી એક વાર આમિર ખાન સાથે નજરે પડનાર છે. તલાશમાં રાણી-આમિર ઉપરાંત કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. હવે રાણીને આમિર સાથે પ્રેમ નહિં થાય, પરંતુ અમને પૂરો ભરોસો છે કે આ ફિલ્મ સાથે આપને જરૂર પ્રેમ થઈ જશે. ફિલ્મ 30મી નવેમ્બરે રિલીઝ થનાર છે.
આવો ફિલ્મ તલાશમાં જોઇએ રાણીની તસવીરી ઝલક.

ખૂબસૂરત રાણી
તલાશ ફિલ્મમાં રાણી ખૂબ જ ખૂબસૂરત દેખાય છે.

આમિરના પત્ની
તલાશ ફિલ્મમાં રાણી મુખર્જીએ આમિરના પત્ની તરીકેની ભૂમિકા ભજવી છે.

ગુસ્સામાં આમિર
આમિર ખાન એક ખૂબ જ સખત અને મહેનતુ પોલીસવાળાની ભૂમિકામાં નજરે પડશે.

કમ્પ્લીટ ફૅમિલી
તલાશ ફિલ્મમાં આ છે આમિરની ફૅમિલી.

કેમ રડ્યાં
આમિરની કઈ વાતે રડાવી દીધા રાણીને?
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
