રણવીર-દીપિકાએ બાંદ્રામાં ખરીદ્યુ આટલા કરોડનુ અપાર્ટમેન્ટ, શાહરુખ-સલમાન સાથે જોડાયેલુ છે કનેક્શન
અહેવાલ છે કે રણવીર અને દીપિકાએ મુંબઈના બાંદ્રામાં સ્થિત એક લીલાછમ રહેણાંક ટાવર સાગર રેશમમાં એક નવુ આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે.
મુંબઈઃ કરણ જોહરના ચેટ શો 'કૉફી વિથ કરણ 7'ના પહેલા એપિસોડમાં રણવીર સિંહે તેના અંગત જીવનના મોટા રહસ્યો જાહેર કર્યા ત્યારથી તે સમાચારમાં છે. રણવીર સિંહે આ ચેટ શોમાં પોતાની અને દીપિકાની આત્મીયતા વિશે ખુલાસો કર્યો હતો. તેણે શોમાં પોતાના હનીમૂન વિશે જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બૉલિવુડના ફેમસ કપલ્સમાંથી એક છે. તેઓ પોતાની ફિલ્મોમાં વ્યસ્ત હોવા ઉપરાંત એકબીજાને પૂરો સમય પણ આપે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જીવનશૈલી પણ લક્ઝુરિયસ છે. તે ઘણીવાર દેશ અને દુનિયાના અદભૂત અને સુંદર સ્થળોનો આનંદ માણતા જોવા મળે છે. અહેવાલ છે કે રણવીર અને દીપિકાએ મુંબઈના બાંદ્રામાં સ્થિત એક લીલાછમ રહેણાંક ટાવર સાગર રેશમમાં એક નવુ આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે.

બાંદ્રામાં ખરીદ્યુ નવુ ઘર
હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા મુજબ રણવીર અને દીપિકાએ જે એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે તેમાંથી મુંબઈનો દરિયો ખૂબ જ સુંદર દેખાય છે. તમને જણાવી દઈએ કે બાંદ્રા વિસ્તારમાં સ્થિત આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 119 કરોડ રૂપિયા છે. તેના એપાર્ટમેન્ટની બારીમાંથી મુંબઈનો ખૂબ જ સુંદર નઝારો દેખાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમનુ આ નવુ ઘર ઘણુ આલીશાન અને મોંઘુ છે.

સલમાન અને શાહરુખના બનશે પડોશી
મળતી માહિતી મુજબ તેમના નવા ઘરનો ટાવર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ અને શાહરૂખ ખાનના મન્નત બંગલાની વચ્ચે આવેલો છે. તેમના એપાર્ટમેન્ટ્સ ટાવરના 16મા, 17મા, 18મા અને 19મા માળે આવેલા છે. તેનો કુલ કાર્પેટ એરિયા 11,266 ચોરસ ફૂટ અને 1,300 ચોરસ ફૂટનો સ્પેશિયલ ટેરેસ છે.

રણવીર સિંહની સંપત્તિ છે ઘણી મોંઘી
સંલગ્ન મિલકતની પ્રતિ ચોરસ ફૂટ કિંમત રૂ. 1 લાખ હોવાનુ નોંધાયુ છે. બીજી તરફ રણવીરે આ ઘર ઓહ ફાઇવ ઓહ મીડિયા વર્ક્સ એલએલપીના માધ્યમથી ખરીદ્યુ છે. જેમાં રણવીર સિંહ અને તેના પિતા ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહે રેવન્યુ ડિપાર્ટમેન્ટને 7.13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે.

19 કાર રાખવાનો પાર્કિંગ એરિયા
મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સિંહને આ એપાર્ટમેન્ટમાં 19 કાર પાર્કિંગ એરિયા પણ છે. બાંદ્રા સ્થિત એક રિયલ્ટીએ બિલ્ડિંગ વિશે કેટલીક રસપ્રદ માહિતી આપી છે. એવુ જાણવા મળે છે કે સાગર રેશમ નામની જૂની ઇમારતને રિડેવલપ કરવામાં આવી છે. તેના નીચેના માળ હાલના રહેવાસીઓ દ્વારા કબજે કરવામાં આવશે. 16મા માળે 4BHK ફ્લેટ છે. જ્યારે બાકીના ત્રણ માળ 17થી 19માં પેન્ટહાઉસ છે.

રણવીર સિંહ ટૂંક સમયમાં દેખાશે આ ફિલ્મોમાં
બીજી તરફ રણવીર સિંહની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની 'સર્કસ' અને કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. કરણ જોહરની આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
