PICS: રણવીર સિંહ-દીપિકા પાદુકોણ ઈટલી રવાના, 4 દિવસ પછી લગ્ન

બોલિવુડ સુપરસ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાના છે. તેમના લગ્ન ઈટલીમાં થવાના છે. શુક્રવારની રાતે બંને ઈટલી માટે નીકળી ચૂક્યા છે.

બોલિવુડ સુપરસ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાના છે. તેમના લગ્ન ઈટલીમાં થવાના છે. શુક્રવારની રાતે બંને ઈટલી માટે નીકળી ચૂક્યા છે. એરપોર્ટ પર રણવીર-દીપિકાને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા અને બંને ખૂબ જ સુંદર અને ખુશ જોવા મળી રહ્યા હતા. ઈટલીથી પાછા આવીને બંને મુંબઈમાં સેલિબ્રેશન પાર્ટી કરવાના છે.

ખુશખુશાલ મુદ્રામાં રણવીર

ખુશખુશાલ મુદ્રામાં રણવીર

તમને જણાવી દઈએ કે 21 ઓક્ટોબરે બંનેએ પોતાના લગ્નની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી હતી. તેમના લગ્ન 14-15 નવેમ્બરે થવાના છે. બંને સ્ટાર્સ લગભગ 6 વર્ષોથી રિલેશનશીપમાં છે. કોઈ શંકા નથી કે બોલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે સાથે ફેન્સ પણ આ સમાચારથી ખૂબ ખુશ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

લગ્ન માટે રવાના થતી દીપિકા પાદુકોણ... એરપોર્ટ પર દીપિકા સાથે રણવીર સિંહના પિતા પણ જોવા મળ્યા.

પરિવાર અને દોસ્ત થશે શામેલ

પરિવાર અને દોસ્ત થશે શામેલ

આ કપલના લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત અમુક નજીકના મિત્રો પણ શામેલ થશે. બોલિવુડમાંથી વધુ સેલિબ્રિટી લગ્નમાં શામેલ નહિ થાય. દીપિકા અને રણવીરે સંજય લીલા ભણશાળી, ફરાહ ખાન સહિત અમુક ખાસ સેલિબ્રિટીઝને લગ્નનું આમંત્રણ આપ્યુ છે.

ગ્રાંડ થશે લગ્ન

ગ્રાંડ થશે લગ્ન

રિપોર્ટ અનુસાર રણવીર-દીપિકાના લગ્ન ઘણા ગ્રાન્ડ થવાના છે. મીડિયાની આંખોથી દૂર.. બંને સ્ટાર્સ હિંદુ રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાશે.

ચાર ફંક્શન

ચાર ફંક્શન

અહીં કુલ ચાર ફંક્શન થશે... જેમાં મહેંદી, સંગીત.. બધુ શામેલ છે. બધા સેરેમની ક્લાસી અને ઈન્ટિમેટ હશે. વિરાટ-અનુષ્કાની જેમ દીપિકા-રણવીર પણ ઈટલીના લેક કોમોમાં લગ્ન કરવાના છે.

નો મોબાઈલ

નો મોબાઈલ

સૂત્રોની માનીએ તો લગ્નમાં શામેલ મહેમાનોને ફંક્શન દરમિયાન ફોન, મોબાઈલ રાખવાની પણ મંજૂરી નહિ હોય.

સવ્ચસાચી આઉટફિટ

સવ્ચસાચી આઉટફિટ

પોતાના લગ્નમાં દીપિકા અને રણવીર સવ્યસાચીના ડિઝાઈનર આઉટફિટ પહેરવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X