‘ગુન્ડે’ રણવીર જોશમાં હોશ ગુમાવી થયાં ઘાયલ
મુંબઈ, 29 ડિસેમ્બર : બૉલીવુડ સેલિબ્રિટીઝનું શુટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થવું કોઈ નવી વાત નથી. કંઇક એવું જ થયું તાજેતરમાં રણવીર સિંહ સાથે. ફિલ્મ બૅન્ બાજા બારાત દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર રણવીર સિંહ તાજેતરમાં જ ગન્ડે ફિલ્મના શુટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયાં અને તમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને હૉસ્પિટલે દાખલ કરવા પડ્યાં. રણવીર સાથે કામ કરતાં એક ડાંસરને પણ હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો. કહે છે કે હવે રણવીર સારા છે અને ટુંકમાં જ તેઓ શુટિંગે પણ પરત ફરશે.

થયું એમ કે રણવીર સિંહ કે જેઓ દરેક કામ ખૂબ જ જોશ સાથે કરે છે. તેઓ તાજેતરમાં ફિલ્મ ગુન્ડેના એક ગીત જશ્ને ઇશ્ક... નું શુટિંગ કરી રહ્યા હતાં. આ ગીતનું શુટિંગ અંધેરી વેસ્ટ ખાતે આવેલ ચાંદીવલી સ્ટુડિયો ખાતે થઈ રહ્યુ હતું. શુટિંગ દરમિયાન રણવીર ખૂબ જ જોશ સાથે ડાંસ કરી રહ્યાં હતાં. દિગ્દર્શકે તેમને સાવચેત પણ કર્યાં કે તેઓ આ ડાંસ જરાક આરામથી કરે, ક્યાંક ઈજા ન થઈ જાય કે પછી સ્ટુડિયોમાં કોઈ ભાંગફોડ ન થઈ જાય, પરંતુ રણવીર તો ક્યાં કોઈનું સાંભળે. તેમણે જોશ સાથે જ ડાંસ ચાલુ રાખ્યો. રણવીર સાથે ફિલ્મના બીજા એક્ટર અર્જુન કપૂર પણ હાજર હતાં.
અચાનક રણવીરના ગાલે તેમની સાથે ડાંસ કરતાં ડાંસરનો હાથ ખૂબ જોરથી અફડાયો. રણવીરનું ગાલ કપાઈ ગયું અને તેમના ગાલેથી લોહી વહેવા લાગ્યું. બીજી બાજુ તે ડાંસરના માથામાંથી પણ લોહી વહેવા લાગ્યું. હાલત ગંભીરત જોતાં સૌએ રણવીર અને તે ડાંસરને હૉસ્પિટલે ભેગા કરવા પડ્યાં. હાલ તો બંનેની હાલત ઠીક છે અને કહેવાય છે કે વહેલામાં વહેલી તકે રણવીર શુટિંગે પરત ફરશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
