આલિયા ભટ્ટની આ તસવીરો થઈ રહી છે વાયરલ....
આલિયા ભટ્ટની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રણવીર સિંહ પોતાના ઘૂંટણ પર આવી જઈને આલિયા ભટ્ટને પ્રપોઝ કરી રહ્યા છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ MakeMyTrip.com ના બ્રાન્ડ એમ્બેસેડર છે અને બની શકે છે કે તો પોતાના નવા એડનું શૂટિંગ પણ કરી રહ્યા હોઈ.

પહેલા પણ લોકો બંનેની સાથે ફોટો જોઈને તેમની કેમેસ્ટ્રી જોતા જ રહી ગયા હતા. આ વખતે પણ રણવીર અને આલિયાને સાથે જોઈને લાગે છે કે બંનેને કોઈ ફિલ્મ માટે એકસાથે સાઈન કરી લે. જુઓ બંનેની સાથે તસવીરો.

આ વખતે રણવીર સિંહ બન્યા છે રાજા દિલવાલા અને પોતાના ઘૂંટણ પર બેસીને તે આલિયા ભટ્ટને પ્રપોઝ કરી રહ્યા છે. બંનેની સાથે પહેલી તસ્વીર આવી હતી ત્યારે તો તહલકો મચી ગયો હતો.

હાલ તો આલિયા ભટ્ટ ગૌરી શિંદેની ફિલ્મ ડિયર ઝીંદગી કરી રહી છે અને રણવીર સિંહ આદિત્ય ચોપરાની ફિલ્મ બેફિકરેમાં વ્યસ્ત છે. ડિયર ઝીંદગી કદાચ નવેમ્બરમાં રિલીઝ થશે.

આ સિવાય આલિયા ભટ્ટ વરુણ ધવન સાથે બદ્રીનાથ ની દુલ્હનિયામાં જોવા મળશે. રણવીર સિંહની ફિલ્મ બેફિકરે 9 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારબાદ રણવીર સિંહ દીપિકા પાદુકોણ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
