જુઓ જ્હૉન-બિપાશાની વણજોયેલી તસવીરો
મુંબઈ, 27 ઑક્ટોબર : બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમ વચ્ચે નવ વરસ સુધી સંબંધો હતાં. જિસ્મ ફિલ્મના સેટ ઉપર તેઓ એક-બીજાના પ્રેમમાં પડ્યા હતાં. તે વખતે એમ કહેવાતું હતું કે બિપાશા ડીનો મોરિયા સાથે ડેટિંગ ઉપર હતાં, પરંતુ જ્હૉન સાથેની મુલાકાત બાદ બિપાશાએ ડીનો સાથેના સંબંધો તોડી નાંખ્યા હતાં.
બસ જ્યારે જ્હૉન અને બિપાશાના ફૅન્સ એવું વિચારી રહ્યાં હતાં કે હવે જ્હૉન-બિપાશા બહુ જલ્દી લગ્ન કરી લેવાનાં છે, ત્યારે જ બંનેએ બ્રેકઅપની જાહેરાત કરી. બિપાશાએ પરોક્ષ રીતે બ્રેકઅપ માટે જ્હૉનને જવાબદાર ગણાવ્યો હતો. બિપાશાએ આરોપ લગાવ્યો હતો કે જ્હૉને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને તે પણ બે વાર.
બિપાશાએ એક વાર એમ પણ જણાવ્યુ હતું કે બ્રેકઅપ સારી બાબત નથી, પણ સમય બ્રેકઅપ સહિત તમામ ઘા ભરી નાંખે છે. જોકે વિશ્વાસઘાત જેવી બાબત તે પણ ફ્રેન્ડશિપના મામલામાં ભુલાવી શકાય એવી નથી હોતી.
જુઓ જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુના કેટલીક વણજોવાયેલી તસવીરો :

ડેટિંગની શરુઆત 2002થી
જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે ડેટિંગની શરુઆત 2002થી થઈ હતી.

જિસ્મના સેટ પર મુલાકાત
જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે મુલાકાત ફિલ્મ જિસ્મના સેટ ઉપર થઈ હતી.

ફિલ્મો પહેલાં સફળ મૉડેલ્સ
ફિલ્મોમાં પ્રવેશ અગાઉ જ્હૉન અને બિપાશા સફળ મૉડેલ્સ હતાં.

બિપાશા સ્થાપિત, જ્હૉન સંઘર્ષશીલ
જ્યારે બિપાશા અને જ્હૉનની મુલાકાત થઈ, ત્યારે જ્હૉન બૉલીવુડમાં સ્થાપિત થઈ ચુકી હતી, જ્યારે જ્હૉન સંઘર્ષ કરી રહ્યો હતો.

જ્હૉન પહેલા ડીનો
જ્હૉન અબ્રાહમ સાથે ડેટિંગ શરૂ થતાં પહેલા બિપાશા અભિનેતા-મૉડેલ ડીનો મારિયો સાથે સંબંધોમાં હતી.

પહેલી ફિલ્મ જિસ્મ
જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ પહેલી વાર એક સાથે ફિલ્મ જિસ્મમાં નજરે પડ્યાં. આ ફિલ્મ બૉક્સ ઑફિસે હિટ રહી.

એકમાત્ર ફિલ્મ સફળ
બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમે પછી પણ ઘણી ફિલ્મો એક સાથે કરી, પરંતુ તેમાંથી કોઈ પણ ફિલ્મે જિસ્મ જેવી સફળતા મેળવી નહિં.

ખડક જેવા હતાં સંબંધો
જ્હૉન અબ્રાહમનું કહેવું છે કે બિપાશા સાથેના તેના સંબંધો ખડક જેવા હતાં, પરંતુ અમે બંને જિદ્દી હતાં.

બિપાશા મજબૂત વ્યક્તિ - જ્હૉન
જ્હૉને એક વાર જણાવ્યું હતું, ‘બિપાશા એક બહુ જ મજબૂત વ્યક્તિ હતી અને તેથી જ મેં તેની સાથે પ્રેમ કર્યો હતો. એક ગર્લફ્રેન્ડ તરીકે તે સંભાળ રાખનાર અને સુંદર વ્યક્તિ હતી. તે બહુ જ ગૃહિણી જેવી હતી, જોકે લોકોમાં તેની ઈમેજ આનાથી વિરુદ્ધ હતી.'

પ્રેમનો અંત કરુણ હોય છે - બિપાશા
જ્હૉન સાથે બ્રેકઅપ બાદ બિપાશાએ જણાવ્યુ હતું, ‘જો હું સાચે જ ફરીથી પ્રેમમાં પડું, તો હું તેના વિશે કઈં કહેવાનું પસંદ નહિં કરૂં. પ્રેમનો અંત કરુણ હોય છે. તમારું નવ વર્ષનું જીવન મજાક તરીકે ન લેખી શકાય. લોકો માટે તે માત્ર રસપ્રદ વાંચનીય બાબત હતી.'

કોઈ પણ છોકરી પસંદ કરી લે જ્હૉન - પિતા
ચૅટ શો દરમિયાન જ્હૉના પિતાએ જણાવ્યુ હતું કે તેણે કોઈ પણ છોકરી સાથે શેટલ થઈ જવું જોઇએ કે જેની સાથે તે ખુશ રહી શકે. પિતાએ એમ પણ જણાવ્યું કે જ્હૉન બિપાશાને પસંદ કરે છે.

મારા પુત્રને સમજનાર છોકરી જોઇએ - માતા
જ્હૉનના માતાએ જણાવ્યુ હતું કે તેમના પુત્રને એક ગૃહિણી અને સંભાળ રાખનાર છોકરી જોઇએ છે કે જે તેમના પુત્રને સમજી શકે. તેમણે વાતચીત દરમિયાન સ્પષ્ટ રીતે બિપાશાની અવગણના કરી હતી.

જ્હૉન હાલ પ્રિયા સાથે ડેટિંગ પર છે
જ્હૉન અબ્રાહમ હાલ ઇન્વેસ્ટમેંટ બૅંકર પ્રિયા રુંચાલ સાથે ડેટિંગ પર છે, જ્યારે બિપાશાએ જણાવ્યું કે તે સિંગલ છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
