For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાયકા બાદ તેલુગુ ફિલ્મો તરફ વળ્યાં રવીના ટંડન

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 22 મે : બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડન એક દાયકા બાદ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કમબૅક કરી રહ્યાં છે અને તેઓ હાલ એક અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગનો આનંદ ઉઠાવી રહ્યાં છે. રવીના ટંડન બાંગારૂ બુલોદૂ તથા અકાસા વીઢીલો નામની તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે અને હવે આ તેમની ત્રીજી ફિલ્મ છે.

raveena-tandon

રવીનાએ ટ્વિટર પર લખ્યું - હું સવારે ઉઠી, વાળ ઓળ્યાં અને શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ. મોહન બાબુ સાથે એક તેલુગુ ગીતનું શૂટિંગ કર્યું. આ ખૂબ જ મજાનું રહ્યું. બપ્પી લહિરીએ બહેતરીન સંગીત તૈયાર કર્યું છે.

આ તેલુગુ ફિલ્મમાં રવીના ટંડન મંચૂ મોહન બાબુના નાયિકા બન્યાં છે. ઉપરાંત મંચુ વિષ્ણુ, મંચુ મનોજ, હંસિકા મોટવાણી, પ્રણીતા, વરુણ સંદેશ તથા તાનિશ છે આ ફિલ્મમાં. શ્રીનિવાસના દિગ્દર્શન હેઠળ બનતી આ ફિલ્મનું શૂટિંગ હાલ વેનિસ ખાતે ચાલે છે. તેનું નિર્માણ શ્રી લક્ષ્મી પ્રસન્ના પિક્ચર્સ તથા 24 ફ્રેમ્સ ફૅક્ટરી દ્વારા કરાઈ રહ્યું છે.

બૉલીવુડમાં દમન, એક્સ અને મોહરા જેવી ફિલ્મો આપનાર 38 વર્ષીય રવીના ટંડન એક દાયકા પછી તેલુગુ ફિલ્મોં તરફ વળ્યાં છે. અક્ષય કુમાર સાથેની મોહરા ફિલ્મના તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત... ગીત બાદ તેઓ મસ્ત મસ્ત ગર્લ તરીકે બૉલીવુડમાં જાણીતા થયાં.

English summary
Bollywood actress Raveena Tandon, who is making a comeback to the Telugu industry after a decade, is enjoying being busy on the sets of an untitled multi-starrer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X