ભાજપ-મોદીની જીતે ઝૂમી ઉઠી મસ્ત મસ્ત ગર્લ રવીના!
મુંબઈ, 16 મે : લોકસભા ચૂંટણી 2014ના પરિણામો અંગે આખા દેશમાં ઘણો ઉત્સાહ છે. યુવાનોમાં વર્ષો બાદ આવું જોશ જોવા મળી રહ્યું છે. સૌ એકજુટ થઈ નમો નમોનું જાપ કરી રહ્યાં છે. ચારે બાજુથી લગભગ એક જ અવાજ સંભળાઈ રહ્યો છે મોદીની જય, મોદીની જય. ચૂંટણી પરિણામો અંગે બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઉત્સાહિત છે. સૌનું કહેવું છે કે મોદીનો વિજય આ દેશમાં મોટો પરિવર્તન લાવશે.

પછી જેમ જેમ ટ્રેંડ્ઝ આવતા થયાં, રવીના ટંડને પુનઃ ટ્વીટ કર્યું અને જણાવ્યું - તો ફટાકડા અને મિઠાઇઓની તૈયારીઓ કરી લ્યો. રિઝલ્ટ તો બોલી જ રહ્યાં છે. સરવાળે રવીના ટંડન મોદીની જીત અંગે બહુ ઉત્સાહિત છે. રવીના ટંડન ઉપરાંત પણ અનેક બૉલીવુડ સ્ટાર્સ મોદીના વિજયથી ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે. સલમાન ખાનથી લઈ સન્ની દેઓલ સૌએ શરુઆતથી જ મોદીના વિજયની કામના કરી છે.












Click it and Unblock the Notifications
