શું ખરેખર અનુષ્કા-વિરાટ વચ્ચે થઇ રહ્યું છે ઇલુ-ઇલુ?
આજે ફરી એકવાર ક્રિકેટ અને બૉલીવુડ વચ્ચે પ્રેમની વાતો સામે આવી રહી છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ, હોટ ક્રિકેટર વિરાટ કોહલી અને સેક્સી અનુષ્કા શર્માની, જેમની વચ્ચે રોમાન્સની વાતો બહાર આવી રહી છે. આમ તો બન્નેએ હેડ એન્ડ શોલ્ડર સાથે એક એડ કરી છે, તેના કરતા પણ વધુ નિકટતા જોવા મળી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા રવિવારે રાત્રે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે હતો. આ બન્નેએ એક બીજાને કિસ પણ કરી. ફિલ્મ પંડિતોની વાત માનીએ તો વિરાટ અવાર નવાર અનુષ્કાના ઘરે જોવા મળે છે. રવિવારે રાતચ્રે બન્ને પાર્કિંગ એરિયામાં સાથે જોવા મળ્યા હતા. લોકોનું કહેવું હતું કે બન્નેની બોડી લેંગવેજ બતાવી રહી હતી કે બન્ને વચ્ચે મિત્રતા કરતા કંઇક વધારે છે.
જો કે આ બધી વાતોમાં સત્ય કેટલું છે એ તો આવનારા સમયમાં જાણી શકાશે, પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે કોઇ ક્રિકેટરનું દિલ કોઇ બૉલીવુડ અભિનેત્રી પર આવ્યું હોય. આ પહેલા પણ અનેક ક્રિકેટ સ્ટાર્સ, બૉલીવુડ હસીનાઓના પ્રેમમાં ફસાઇ ચૂક્યા છે. જેમાં કેટલાક લગ્નના બંધનમાં બંધાઇ ગયા તો કેટલાક માત્ર પ્રેમ પ્રસંગ અને ગોસિપના બજાર સુધી જ સીમિત રહ્યાં. ચાલો તસવીરો થકી આવા જ પ્રેમી યુગલ અંગે માહિતી મેળવીએ.

વિરાટ-અનુષ્કા
આજકાલ આ બન્ને વચ્ચે પણ રોમાંસ ચાલી રહ્યો છે, બન્નેએ સાથે એક શેંપુની એડ પણ કરી હતી, ત્યારબાદ બન્નેને દરેક સ્થળે એક સાથે જોવામાં આવી રહ્યાં છે.

શર્મિલા-પટૌડી
ક્રિકેટની દુનિયાના ટાઇગર મંસૂર અલી ખાન પટૌડનું દિલ બૉલીવુડના કળી શર્મિલા ટાગોર ઉપર એવું ફિદા થયું કે તેમણે શર્મિલાને પોતાના બેગમ બનાવી લીધાં. શર્મિલાએ પણ સ્મિત સાથે પોતાના પ્રેમ માટે પોતાનો ધર્મ બદલી નાંખ્યો.

ઝીનત-ઇમરાન
એક સમય હતો કે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર ઇમરાન ખાન અને બૉલીવુડ બેબ ઝીનત અમાનના પ્રેમની ચર્ચાઓ ગરમ હતી. કહે છે કે ઇમરાન ઝીનત સાથે લગ્ન નહોતા કરવા માંગતાં. તેથી ઝીનત અને ઇમરાન વચ્ચે બ્રેક-અપ થયુ હતું.

રીના-મોહસિન
બૉલીવુડ અભિનેત્રી રીના રૉયે પણ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા હતાં. લાંબા અફૅર બાદ થયેલ આ લગ્ન જોકે લાંબુ ટકી શક્યું નહીં અને બંને વચ્ચે છુટાછેડાં થઈ ગયાં. રીનાના પગલે મોહસિને બૉલીવુડમાં પણ હાથ અજમાવ્યા હતાં.

નીના-રિચર્ડ્સ
એંસીના દાયકામાં નીના ગુપ્તા-વિવિયન રિચર્ડ્સના પ્રેમ-પ્રકરણની પણ જોરદાર ચર્ચાઓ હતી. નીના તો રિચર્ડ્સના બાળકના માતા પણ બન્યા હતાં. જોકે બંનેએ લગ્ન કર્યા નહીં અને નીના વેસ્ટઇંડીઝ છોડી કાયમ માટે ભારત પરત ફરી ગયાં.

સંગીતા-અઝહર
મહોમ્મદ અઝહરુદ્દીને પણ પોતાના પત્ની સાથે છેડો ફાડી સંગીતા બિજલાણી સાથે લગ્ન કર્યા હતાં. લાંબાગાળા સુધી ચાલેલ તેમના અફૅરની પણ ખૂબ ચર્ચા રહી હતી. બંનેએ મોટા વિવાદ બાદ લગ્ન કર્યા હતાં. આજે પણ બંને વચ્ચે ખટપટના સમાચારો આવતાં જ રહે છે.

કિમ-યુવરાજ
ભારતીય ક્રિકેટ ટીમાના કૅસેનોવા કહેવાતાં ક્રિકેટર યુવરાજ સિંહ તથા અભિનેત્રી કિમ શર્માનું પ્રેમ-પ્રકરણ પણ ખૂબ ચર્ચામાં રહ્યું, પરંતુ લાંબો વખત સુધી રિલેશનશિપમાં રહેવા છતાં બંને જુદાં પડી ગયાં. કહે છે કે યુવરાજના માતા શબનમને કિમ પસંદ પડ્યા નહોતાં.

દીપિકા-ધોની
ભારતીય ટીમના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ એક સમયે દીપિકા પાદુકોણેના પ્રેમમાં કેદ થઈ ગયા હતાં, પરંતુ પછી શું થયું કે તેમની વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. પછી તો ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધાં.

ગીતા-હરભજન
ભારતીય સ્પિનર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાનું પ્રેમ-પ્રકરણ પણ જગજાહેર છે. બંને ટુંકમાં જ લગ્ન કરવાનાં છે. ભજ્જી હાલ ક્રિકેટની દુનિયાથી દૂર ગીતાનું કૅરિયર શણગારવામાં જોતરાયાં છે. તેથી તેઓ પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

ઈશા-ઝહીર
ઝહીર ખાનની પણ પસંદ બૉલીવુડ સુંદરી ઈશા શરવાણી રહ્યાં છે. જોકે આજે બંને સાથે નથી, પરંતુ કહે છે કે બંને ઘણાં વખત સુધી લિવ ઇન રિલેશનમાં હતાં. બ્રેક-અપ થયા બાદ બંનેની જ લાઇફમાં હજી સુધી કોઈ આવ્યું નથી. તેમના ફૅન્સને આશા છે કે બંને એક થઈ શકે છે.

સુષ્મિતા-અક્રમ
હાલ તાજી અફવા સુષ્મિતા સેન અને વસીમ અક્રમના લગ્નની છે. જોઇએ આ બંનેના સંબંધો કેટલી દૂર સુધી જાય છે.












Click it and Unblock the Notifications
