'મુન્નાભાઇ પાર્ટ-3 માટે રિયલ 'મુન્નાભાઇ'ની જોવાશે રાહ'

નવી દિલ્હી, 9 એપ્રિલઃ મુન્નાભાઇ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઇ જેવી સફળ ફિલ્મો આપનારી જોડી રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું છે કે તેઓ રિયલ 'મુન્નાભાઇ' સંજય દત્તની રાહ જોવા તૈયાર છે અને તે પોતાની સજા કાપીને પરત આવસે ત્યાર પછી આ શ્રેણીની ત્રીજી ફિલ્મ બનાવવામાં આવશે.

બોલિવુડ અભિનેતા સંજય દત્ત 1993માં ગેરકાયદે રીતે હથિયાર રાખવાના ગુન્હા સબબ કોર્ટમાં આત્મસમર્પણ કરશે અને તેમણે જેલમાંથી બહાર આવ્યા બાદ મુન્નાભાઇ શ્રેણીમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હિરાણી અને ચોપરાએ એક સંયુક્ત વક્તવ્યમાં કહ્યું છે કે, બે દિવસ પહેલા સંજયે ફોન પર કહ્યું, 'જેલમાં રહેવું કપરું છે પરંતુ હું તેના માટે તૈયાર છું. કારણ કે હું જ્યારે પરત ફરીશ ત્યારે મારી આઝાદીને સાચા અર્થમાં અનૂભવી શકીશ. હું આ વસ્તુમાંથી આઝાદ થઇ જઇશ જે છેલ્લા 20 વર્ષથી મારી પીઠ પર બેસીને મને ડરાવી રહ્યું છે. જ્યારે હું જેલથી બહાર આવીશ, ત્યારે સીધો મુન્નાભાઇના સેટ પર આવવા માંગુ છું.'

Munnabhai_MBBS
હિરાણી અને ચોપરાએ મુન્નાભાઇ શ્રેણીની પ્રથમ બે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતા. 'ઝંઝીર'ની રીમેક, 'પુલીસગીરી' અને 'પી.કે.'માં અભિનય કરી રહેલા સંજય દત્તને ગેરકાયદે હથિયાર રાખવાના ગુન્હા સબબ સુપ્રિમ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા સંભળાવી ચૂકી છે. આ વચ્ચે હિરાણી અને ચોપરા માને છે કે, સરકાર તેમની સાથે કુણુ વલણ અપનાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X