જુઓ રેખાની અભિનેત્રીથી સાંસદ સુધીની તસવીરી ઝલક

મુંબઈ, 10 ઑક્ટોબર : મદમસ્ત અદાકાર, સદાબહાર અભિનેત્રી અને સાંસદ રેખાએ આજે પોતાના જીવનના 57 વર્ષ પૂર્ણ કર્યાં છે. કાતિલ અદાઓથી ભરપૂર રેખાનો આજે કોઈ સાની નથી. એટલે જ તો આજે પણ લોકોના દિલોનો તે ધબકાર છે. 1966માં એક તેલુગુ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર રેખા અંગે ક્યારેય વિચારાયું નહોતું કે તેઓ એક દિવસ બૉલીવુડના ઉમરાવ જાન બની જશે.

વર્ષ 1970માં તેમણે હિન્દી ફિલ્મ સાવન ભાદો દ્વારા ભારતીય સિનેમામાં પગલું મુક્યું. પછી તો સફળતાનો એવો દોર શરૂ થયો કે રેખાએ પાછુ વળીને જોયું નથી. વનઇન્ડિયા પણ રેખાને જન્મ દિવસની શુભેચ્છા આપે છે.

આવો આપને તસવીરોમાં બતાવીએ રેખાની બૉલીવુડથી સંસદ સુધીની સફર -

સાવન ભાદોથી કર્યો કરિશ્મા

સાવન ભાદોથી કર્યો કરિશ્મા

વર્ષ 1970માં સાવન ભાદો દ્વારા રેખાએ જોરદાર આગાઝ કર્યો, પરંતુ તે વખતે રેખા ઘણાં ફુલેલા હતાં.

ખૂબસૂરત છે રેખા

ખૂબસૂરત છે રેખા

વર્ષ 1980માં આવેલ ખૂબસૂરત ફિલ્મમાં રેખાએ બતાવી દીધું કે તેઓ માત્ર સુંદર જ નહિં, પણ બહેતરીન કલાકાર પણ છે. રેખાને આ ફિલ્મ માટે બહેતરીન અભિનેત્રીનો પ્રથમ ફિલ્મ ફૅર એવૉર્ડ મળ્યો હતો.

અને ઉમરાવ જાન બની ગયાં રેખા

અને ઉમરાવ જાન બની ગયાં રેખા

વર્ષ 1981માં આવેલ ઉમરાવ જાન ફિલ્મે એક નવો ઇતિહાસ સર્જ્યો. મસ્ત-મસ્ત નૈનો વાળા રેખા આજે બૉલીવુડના રીયલ ઉમરાવ જાન છે કે જેમને કોઈ ક્યારેય ભુલી નહિં શકે.

અમિતાભ સાથે સિલસિલા

અમિતાભ સાથે સિલસિલા

ખૂબસૂરત રેખાએ પડદા ઉપર અમિતાભ સાથે બહુ પ્રણયફાગ ખેલ્યાં અને રીયલ લાઇફમાં પણ બંને ઘણાં ચર્ચામાં રહ્યાં, પરંતુ ફિલ્મ સિલસિલા બાદ બંનેએ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યુ નહિં. કહે છે કે આ ફિલ્મ બંનેની રીયલ લાઇફ સ્ટોરી હતી.

ખૂન ભરી માંગ

ખૂન ભરી માંગ

રાકેશ રોશન દિગ્દર્શિત ખૂન ભરી માંગ ફિલ્મ માટે રેખાએ બીજો ફિલ્મ ફૅર એવૉર્ડ મેળવ્યો.

સેક્સ બૉમ્બ રેખા

સેક્સ બૉમ્બ રેખા

વર્ષ 1996માં આવેલી ખિલાડિયોં કા ખિલાડી ફિલ્મમાં રેખાએ એક સેક્સ બૉમ્બ તરીકેનું પાત્ર ભજવ્યું. આ રોલ વડે રેખાએ કમસિન અભિનેત્રીઓને પણ ભૂ પિવડાવ્યું.

રેખા ખૂબસૂરત માતા પણ છે

રેખા ખૂબસૂરત માતા પણ છે

વર્ષ 2003 અને 2005માં આવેલ કોઈ મિલ ગયા અને ક્રિશ ફિલ્મમાં રેખાએ શ્રેષ્ઠ માતા અને દાદીના રોલ કર્યાં.

રાજ્યસભા સાંસદ રેખા

રાજ્યસભા સાંસદ રેખા

15મી મે, 2012ના રોજ રેખા સંસદ પહોંચ્યાં. તેમણે રાજ્યસભા સભ્ય તરીકે પોતાની હાજરી જાહેર કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X