B'day Special: શ્યામવર્ણી યુવતીથી લેજન્ડ બનવાની સફર, "રેખા"

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની લિજન્ડરી એક્ટ્રેસ રેખાનો 10 ઓક્ટોબર, 2017ના રોજ 63મો જન્મદિવસ છે. રેખાની લાઇફસ્ટોરીમાં અનેક ગંભીર ટ્વીટસ્ટ આવ્યા છે અને આથી લોકોને એમના અંગત જીવન વિશે જાણવાની ઉત્સુકતા હંમેશા રહી છે. વિવાદો, રિલેશનશિપ, મીડિયા અને ઇન્ટરવ્યુથી દૂરી વગેરે જેવી વાતો રેખાના જીવનને વધુ રહસ્યમયી બનાવે છે. જો કે, આ સિવાય પણ રેખાની એક ઓળખ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ પોતાના દમ પર આગળ આવ્યા અને ઘણા વર્ષો સુધી રાજ કર્યું. રેખા કદાચ પહેલા એવા એક્ટ્રેસ હશે જેમણે પોતાનાથી 10 વર્ષ નાના હીરો(અક્ષય કુમાર) સાથે રોમેન્ટિક સિન આપ્યા હોય.

રેખાનો કોઇ સ્ટાલિસ્ટ નથી

રેખાનો કોઇ સ્ટાલિસ્ટ નથી

રેખાની સ્ટાયલ સેન્સ પણ ખૂબ યુનિક છે. ઘણા ઓછાને ખબર હશે કે, રેખાનો કોઇ સ્ટાયલિસ્ટ નથી. તેઓ હંમેશા પોતાના આઉટફિટ, મેકઅપ, જ્વેલરી, હેરસ્ટાયલ જાતે જ નક્કી કરે છે. રેખા મોટેભાગે સુંદર ભારે સાડી, ટ્રેડિશનલ જ્વેલરી અને ડાર્ક લિપસ્ટિક સાથે જોવા મળે છે.

રેખાનું સુંદર સાડી કલેક્શન

રેખાનું સુંદર સાડી કલેક્શન

રેખાનું સાડી કલેક્શન કદાચ દરેક સ્ત્રીનું ડ્રીમ હશે. તેઓ મોટેભાગે કાંજીવરમ સિલ્ક સાડીમાં જોવા મળે છે અને દરેક સાડી લૂકમાં તેમનું કલર-કોર્ડિનેશન અત્યંત સુંદર હોય છે. જો કે, રેખાની સેન્સ ઓફ સ્ટાયલ માત્ર સાડી પૂરતી જ સીમિત નથી.

યુનિક સ્ટાયલ

યુનિક સ્ટાયલ

હાલના દિવસોમાં રેખાની ફેશન સેન્સમાં થોડું પરિવર્તન આવ્યું છે. 'દંગલ' ફિલ્મની સ્ક્રિનિંગમાં તથા એ પછી એરપોર્ટ પર રેખા આ રીતની યુનિક સ્ટાયલ સાથે જોવા મળ્યા હતા અને લોકોને તેમનો આ આધુનિક અવતાર ખાસો પસંદ પણ પડ્યો હતો.

ક્યારેક થયું હતું અપમાન

ક્યારેક થયું હતું અપમાન

રેખા સ્ટાયલ તથા આઉટફિટ એક્સપરિમેન્ટ કરવામાં ક્યારેય ખચકાતા નથી. આ પહેલાં પણ ફિલ્મોમાં તથા મેગેઝિન ફોટોશૂટમાં તેઓ પોતાના અલગ અને નોખા અંદાજમાં જોવા મળી ચૂક્યાં છે. રેખાને મેકઅપનો ખૂબ શોખ છે અને તે આજ સુધી જળાવઇ રહ્યો છે. તમને નવાઇ લાગશે કે આજ સુધી બોલિવૂડ દિવા ગણાતા રેખાને તેમના શરૂઆતના દિવસોમાં ડાર્ક સ્કિન કોમ્પેલેક્શનને કારણે ઉતારી પાડવામાં આવતા હતા.

રેખાનો પરિવાર અને મિત્રો

રેખાનો પરિવાર અને મિત્રો

રેખાના પિતા જેમિનિ ગનેસન સાઉથ ઇન્ડિયન એક્ટર હતા અને માતા પુષ્પાવલ્લી તેલુગુ એક્ટ્રેસ. રેખાનં સાચું નામ ભાનુરેખા ગનેસન છે. ઘણા ઓછાને ખબર હશે કે રેખાની એક બહેન, 5 સાવકી બહેનો અને એક સાવકો ભાઇ છે. રેખા પોતાના બધા ભાઇ-બહેનોની ખૂબ નજીક છે. હેમા માલિની રેખાના બેસ્ટ ફ્રેન્ડ છે. આ સિવાય રાકેશ રોશન પણ રેખાના ખૂબ સારા મિત્ર છે અને તેઓ રેખાને પોતાના લકી ચાર્મ માને છે. આથી જ તેમની દરેક ફિલ્મમાં રેખા જોવા મળે છે.

મિમિક્રી આર્ટિસ્ટ

મિમિક્રી આર્ટિસ્ટ

રેખા ખૂબ સારા મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. તેમણે ફિલ્મ 'યારાના'માં નીતુ સિંહ અને 'વારિસ'માં સ્મિતા પાટિલ માટે અવાજ આપ્યો હતો. ફિલ્મ 'સૂર્યવંશમ'ના હિંદી વર્ઝન માટે પણ તેમણે બે લીડિંગ હિરોઇનના વોઇસ માટે ડબિંગ કર્યું હતું. રેખાને ગાવાનો પણ ખૂબ શોખ છે. તેમની ફિલ્મ 'ખૂબસૂરત'માં આર.ડી. બર્મનની વિનંતીને ધ્યાનમાં રાખીને તેમણે 2 ગીત ગાયા હતા.

આ ટ્રેન્ડ પણ રેખાએ શરૂ કર્યો હતો

આ ટ્રેન્ડ પણ રેખાએ શરૂ કર્યો હતો

આજકાલની તમામ એક્ટ્રેસિસ પોતાની ફિગર અને ફિટનેસ અંગે ખૂબ કોન્શિયસ છે. આ ટ્રેન્ડ રેખાએ શરૂ કર્યો, એમ કહીએ તો ખોટું નહીં ગણાય. રેખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલા એવા એક્ટ્રેસ છે, જેમણે તે સમયે જિમમાં મેમ્બરશિપ લીધી હતી.

English summary
Happy Birthday Rekha! Watch some rare photos of Rekha and her unique styale sense and read some interesting unknown facts about Rekha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.